Vinesh Phogat Asian Games Trials 2026: ભારતીય ફ્રીસ્ટાઇલ રેસલર વિનેશ ફોગાટને (Vinesh Phogat) એશિયન ગેમ્સ 2026 માટે 30 અને 31 May ના રોજ યોજાનારા સિલેક્શન ટ્રાયલ્સમાં ભાગ લેવાની મોટી મંજૂરી મળી ગઈ છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટના આદેશને વચગાળાની રાહત તરીકે યથાવત રાખ્યો છે અને રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (WFI) ની અરજી પર નોટિસ જાહેર કરીને વધુ સુનાવણી 1 June ના રોજ નક્કી કરી છે.
જો કે, સુપ્રીમ કોર્ટે ટ્રાયલ્સમાં ભાગ લેવાની મંજૂરી આપવાની સાથે વિનેશ ફોગાટના વલણ અને માંગણીઓ પર તીખા સવાલો પણ ઉઠાવ્યા છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “તમે કોઈ સામાન્ય એથલીટ નથી, તમે દેશ માટે ઘણી સિદ્ધિઓ મેળવી છે, પરંતુ હંમેશા દેશ પહેલા આવે છે.”
સુપ્રીમ કોર્ટે પૂછ્યા Vinesh Phogat ને આકરા સવાલો
શુક્રવારે (29 May 2026) જસ્ટિસ પુરુષેન્દ્ર કુમાર કૌરવની બેન્ચ સમક્ષ થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, ટ્રાયલ્સ આવતીકાલે જ હોવાથી અમે તમને રોકવા નથી માંગતા, પરંતુ હાઈકોર્ટના આદેશ સામે અમારા મનમાં ઘણા સવાલો છે. કોર્ટે વિનેશને વઢતાં કહ્યું કે, “તમે 14 December 2024 ના રોજ બ્રેક લીધો, ત્યારબાદ તમે માતા બન્યા, પરંતુ તમે ડોપિંગ ટેસ્ટમાં ભાગ ન લીધો અને તમે ક્યાં છો તેની કોઈ માહિતી પણ એજન્સીઓને આપી ન હતી. બાદમાં તમે એવું બહાનું આપ્યું કે તમે વિધાનસભાની કાર્યવાહીમાં વ્યસ્ત હતા, જે સ્વીકાર્ય નથી.”

નિયમો બધા માટે સરખા છે: સુપ્રીમ
કોર્ટે વધુમાં ઉમેર્યું કે, February 2026 માં જ એશિયન ગેમ્સ સાથે જોડાયેલી પ્રક્રિયાઓ શરૂ થઈ ગઈ હતી, જેના માટે 4 મોટી સ્પર્ધાઓમાં ભાગ લેવાનો નિયમ હતો, જે તમે ન કર્યો. હવે છેક May મહિનામાં(Vinesh Phogat) તમે સક્રિય થઈને કોર્ટમાં અરજી કરી છે. ભારતીય રમતજગત વૈશ્વિક રમતજગતના નિયમો સાથે જોડાયેલું છે. હાઈકોર્ટે રમતગમતના નિયમોને પક્ષપાતી કહ્યા તે આશ્ચર્યજનક છે, કારણ કે આ નિયમો ઘણા સમયથી છે અને દેશના દરેક ખેલાડી માટે સમાન છે.

