Dailyhunt
વિસનગરના ખંડોસણ ગામે વીજ ટાવર પડતાં એક શ્રમિકનું મોત, બીજાને ગંભીર ઈજા

વિસનગરના ખંડોસણ ગામે વીજ ટાવર પડતાં એક શ્રમિકનું મોત, બીજાને ગંભીર ઈજા

Mantavya News 1 week ago

Visnagar News:વિસનગર તાલુકાના ખંડોસણ ગામની સીમમાં 66 કેવી કરલી-વાલમ વીજ લાઈનના (Power Tower Accident) થાંભલા નાંખવાનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન અચાનક વીજ ટાવર નમી પડતાં એક શ્રમિકનું ઘટનાસ્થળે જ મોત થયું છે, જ્યારે બીજા એક શ્રમિકને ગંભીર ઈજાઓ પહોંચી છે.ઘટનામાં મૃત્યુ પામનાર શ્રમિકની ઓળખ નાયક અંકુશભાઈ રમણભાઈ તરીકે થઈ છે.

તેઓ કોન્ટ્રાક્ટ આધારિત કામગાર તરીકે કામ કરી રહ્યા હતા.

વીજ ટાવર પડતાં (Power Tower Accident) અન્ય શ્રમિકને ઈજા

અકસ્માત સમયે ટાવર તેમના પગ પર પડતાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક મહેસાણા લાયન્સ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.આ જ અકસ્માતમાં(Power Tower Accident) જગદીશભાઈ રામજીભાઈ નામના અન્ય શ્રમિકને પણ વિવિધ ઈજાઓ પહોંચી છે. તેમને પણ તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.આ વીજ લાઈનનું કામ મેસર્સ ભાડજા પાવર ટ્રાન્સ પ્રા. લિ. કંપની દ્વારા કરવામાં આવી રહ્યું હતું. સુપરવાઈઝર તેમજ જેટકો કંપનીના અધિકારીઓ ઘટનાની જાણ થતાં તુરંત સ્થળ પર પહોંચી ગયા હતા.

વિસનગર તાલુકા પોલીસે મૃતકના ભાઈ સંજયકુમાર રમણભાઈનું નિવેદન લઈ અકસ્માતનો કેસ નોંધી લીધો છે. મૃતકની લાશનું પોસ્ટમોર્ટમ કરાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ખંડોસણ ગામની સીમમાં ચાલતા આ કામ દરમિયાન પ્રમાણિત નિયમો અનુસાર કામગીરી ચાલી રહી હોવાનો દાવો કરવામાં આવતો હતો. તેમ છતાં આ અકસ્માત (Power Tower Accident) બન્યો છે, જેના કારણે સ્થાનિકોમાં સેફ્ટી વ્યવસ્થા અંગે સવાલો ઉઠી રહ્યા છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mantavya News Gujarati