Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત રથયાત્રાનો આજથી પ્રારંભ, 4 દિવસ ગામડે-ગામડે થશે પૂજન

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત રથયાત્રાનો આજથી પ્રારંભ, 4 દિવસ ગામડે-ગામડે થશે પૂજન

Mantavya News 2 months ago

Umiya Mataji Rath Yatra Siddhpur: કડવા પાટીદાર સમાજની કુળદેવી માં ઉમિયાના ભક્તો માટે આજે આનંદનો અવસર છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત ઉમિયા માતાજીનો રથ આજે પાટણ જિલ્લાના ઐતિહાસિક સિદ્ધપુર તાલુકામાં પ્રવેશ કરી રહ્યો છે. રથના આગમનને પગલે સમગ્ર પંથકમાં ભક્તિમય માહોલ સર્જાયો છે અને પાટીદાર સમાજ દ્વારા માતાજીના સામૈયા અને વધામણાં કરવાની તડામાર તૈયારીઓ કરવામાં આવી છે.

સુખ અને શાંતિનો સંદેશ લઈને આવ્યો રથ

આ રથયાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં એકતા, સુખ અને શાંતિનો સંદેશ ફેલાવવાનો છે. સિદ્ધપુર પંથકના ગામોમાં જ્યારે આ રથ ફરશે ત્યારે શ્રદ્ધાળુઓ દર્શનનો લ્હાવો લઈ શકશે. ગામેગામ રથનું ફૂલો અને કુમકુમ તિલકથી સ્વાગત કરવામાં આવશે.

જાણો રથનું કયા દિવસે કયા ગામમાં?

સિદ્ધપુર પંથકમાં આ રથ કુલ ચાર દિવસ સુધી પરિભ્રમણ કરવાનો છે, જેથી શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લઈ શકે. આ રથયાત્રાના નક્કી કરાયેલા રૂટ મુજબ, પ્રથમ દિવસે એટલે કે આજે રથ ચંદરાવતી, લીંડી, કનેસરા, ખળી અને ગણેશપુરા ગામોમાં ફરશે. ત્યારબાદ બીજા દિવસે મધુપુરા, તાવડીયા, ઠાકરાસણા, નાંદોત્રી અને કુંવારાના ભક્તોને દર્શનનો લાભ મળશે. ત્રીજા દિવસે રથયાત્રા ઉમરુ, સુજાણપુરા, ગાંગલાસણ અને આંકવી પહોંચશે; જ્યારે અંતિમ અને ચોથા દિવસે એટલે કે મંગળવારે રાજપુર ગામે રથયાત્રાનું ભવ્ય સમાપન કરવામાં આવશે.

Siddhpur: પાટીદાર સમાજમાં અનેરો ઉત્સાહ

સિદ્ધપુરના જે ગામોમાંથી રથ પસાર થવાનો છે, ત્યાંના ગ્રામજનો અને ખાસ કરીને પાટીદાર સમાજના અગ્રણીઓએ સ્વાગતની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. ઠેર-ઠેર માતાજીના ગરબા અને ભજનની રમઝટ સાથે રથનું સ્વાગત કરવામાં આવશે. આગામી ચાર દિવસ સુધી સિદ્ધપુર પંથક ‘જય ઉમિયા‘ના નાદથી ગુંજી ઉઠશે.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mantavya News Gujarati