Dailyhunt
શાહીબાગમાં નળ રીપેરીંગ કરવાના નામે  ઘરમાં ઘુસ્યા અને .

શાહીબાગમાં નળ રીપેરીંગ કરવાના નામે ઘરમાં ઘુસ્યા અને .

Mantavya News 4 years ago

અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં ધોળા દિવસે આંખોમાં સ્પ્રે છાંટી લૂંટ કરવાનો પ્રયાસ નિષ્ફળ નિવડ્યો છે. શાહીબાગના સોમનાથ સોસાયટીમાં રહેતા ડીમ્પલ શાહ નામની મહિલાના ઘરે નળ રીપેરીંગ કરવાના નામે બે શખ્સ ઘરમાં પ્રવેશ્યા હતા. અને ત્યાર બાદ મહિલાની આંખોમાં સ્પ્રે નાખતા મહિલાએ બૂમાબૂમ કરતા પાડોશીઓ આવી ગયા હતા. પાડોશીઓ આવી જતાં લૂંટનો પ્રયાસ નિષ્ફળ નિવડ્યો હતો.

આ બનાવમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે બનાવ મામલે તપાસ હાથ ધરી

ધર્મેન્દ્ર સોલંકી અને તેજસ પરમાર નામના બે ઈસમો દ્વારા શાહીબાગમાં આવેલી સોમનાથ સોસાયટીમાં રહેતા ડિમ્પલ શાહ નામની મહિલાના ઘરે જઈને રસોડાના નળ રીપેરીંગ કરવાના નામે ઘરમાં પ્રવેશ કર્યો હતો અને રસોડામાં મહિલા જતાની સાથે જ તેના વાળ પકડીને તેની આંખોમાં સ્પ્રે નાખીને લૂંટનો પ્રયાસ કર્યો હતો. જે દરમિયાન મહિલાને આંખોમાં બળતરા થતા તેણે બૂમાબૂમ કરતા પાડોશીઓ આવી ગયા હતા અને ધર્મેન્દ્ર સોલંકીને ઝડપીને શાહીબાગ પોલીસને જાણ કરતાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

આ મામલે શાહીબાગ પોલીસે ધર્મેન્દ્ર સોલંકીને ઝડપીને પૂછપરછ કરતા સામે આવ્યું કે તેની સાથેનો ફરાર આરોપી તેજસ પરમાર છે, જેથી મોડી રાત્રે શાહીબાગ પોલીસે તેની પણ ધરપકડ કરી હતી. મહત્વનું છે કે લૂંટનો પ્રયાસ કરનાર આરોપી ધર્મેન્દ્ર સોલંકી 1 વર્ષ પહેલા મહિલાના ઘરમાં લાઈટ ફીટીંગ કરનાર વ્યક્તિની સાથે આવ્યો હતો જેથી તેને આ ઘરના સભ્યો વિશે જાણ હતી. ત્યારે બપોરના સમયે બંને ઈસમોએ લૂંટનો પલાન બનાવી મહિલાના ઘરે જઈ તેના પતિ વિનોદ શાહે રસોડાના નળને રીપેર કરવા મોકલ્યો હોવાનું જણાવી ઘરમાં પ્રવેશ મેળવ્યો હતો. જોકે મહિલાની સજાગતાના કારણે આ લૂંટનો પ્રયાસ નિષ્ફળ નીવડ્યો હતો.

આ ઘટનામાં લૂંટારાઓએ મહિલાને આંખમાં સ્પ્રે મારતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે, જોકે ઘરમાં બપોરના સમયે એકલી રહેતી મહિલાઓએ આ કિસ્સાનું ઉદાહરણ લઈને સજાગ થવાની જરૂર છે. શાહીબાગ પોલીસે હાલતો બંને આરોપીઓને ઝડપી આરોપીઓએ અન્ય કોઈ જગ્યાએ આ રીતે લૂંટને અંજામ આપ્યો છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરી છે.

ચોંકાવનારી ઘટના / યુટ્યુબ જોઈને 17 વર્ષની છોકરીએ આપ્યો બાળકને જન્મ, માતા-પિતા હતા સમગ્ર ઘટનાથી અજાણ

World / તાલિબાન સાથેની દોસ્તી પાકિસ્તાનને ભારે પડી, અફઘાનિસ્તાન સરહદ પર આતંકવાદી હુમલામાં 8 સૈનિકોના મોત

aryan khan bail / આર્યન ખાનને મોટી રાહત, બોમ્બે હાઈકોર્ટે આપ્યા જામીન

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mantavya News Gujarati