ગુજ રીજલ્ટ

28k Followers

3 નવેમ્બરનું રાશિફળ:

03 Nov 2020.08:34 AM

3 નવેમ્બરનું રાશિફળ

મંગળવારે મેષ રાશિ માટે દિવસ ઉત્તમ રહેશે, જાતકોના આત્મવિશ્વાસમાં વધારો થઇ શકે છે2 કલાક પહેલા

  • તુલા સહિત છ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ
  • 2 શુભ યોગને કારણે મુશ્કેલીમાંથી રાહ મળશે, ફાયદાકારક દિવસ

મંગળવાર, 3 નવેમ્બરના રોજ માતંગ તથા પરિઘ નામના બે શુભ યોગ બની રહ્યા છે.

આ બે શુભ યોગનો સીધો ફાયદો વૃષભ, કર્ક, કન્યા, તુલા, વૃશ્ચિક તથા મીન રાશિના જાતકોને થશે. એસ્ટ્રોલોજર ડૉ. અજય ભામ્બીના મતે આ છ રાશિના જાતકોને નોકરી તથા બિઝનેસમાં ગ્રહ-નક્ષત્રનો સાથ મળી શકે છે. જરૂરી કામો પૂરા થશે. લેવડ-દેવડ તથા રોકાણમાં પણ ફાયદો થશે. આ રાશિના જાતકોને મુશ્કેલીમાંથી રાહત મળશે. તો મેષ, મિથુન, સિંહ, ધન, મકર તથા કુંભ રાશિના જાતકોએ સંભાળીને રહેવું. આ છ રાશિના જાતકોની દોડધામ વધી શકે છે. તણાવ પણ રહેશે.

3 નવેમ્બર, મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજનો સમય ઉત્તમ છે. તમારી કોઇપણ પરેશાનીમાં કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગ અવશ્ય લેવો. તેનાથી તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે તથા ગુમાવેલી પ્રતિષ્ઠા પણ ફરી પ્રાપ્ત થશે. ઘરમાં કોઇ માંગલિક આયોજનને લગતી યોજના પણ બનશે.

નેગેટિવઃ- કોઇપણ સલાહ ઉપર ગંભીરતાથી ધ્યાન આપો. અચાનક જ થોડો ખર્ચ સામે આવી શકે છે. જેના કારણે તમારા વ્યક્તિગત ખર્ચમાં ઘટાડો કરવો પડશે. કોઇ નજીકના સંબંધી સાથે મતભેદ ઊભો થઇ શકે છે.

વ્યવસાયઃ- પ્રોપર્ટીને લગતાં વ્યવસાયમાં પેપર વર્કનું કામ યોગ્ય રીતે તપાસવું, નાની ભૂલ પણ તમારા માટે મુશ્કેલી બની શકે છે.

લવઃ- કોઇપણ પારિવારિક વિવાદ એકબીજા સાથે બેસીને ઉકેલશો તો સરળતાથી ઉકેલ મળશે.

સ્વાસ્થ્યઃ- માનસિક થાકના કારણે માથાનો દુખાવો થઇ શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આ સમયે આવકના નવા માર્ગ મળી શકશે. કોઇ પણ અનુભવી વ્યક્તિની સલાહ ઉપર વિશેષ ધ્યાન આપો, તેનાથી તમને લાભદાયક પરિણામ પ્રાપ્ત થશે. દરેક કાર્યને ઉતાવળની જગ્યાએ ધૈર્યથી પૂર્ણ કરો.

નેગેટિવઃ- કોઇપણ પ્રકારની યાત્રા કરતી સમયે નકારાત્મક કે અજાણ્યા વ્યક્તિઓના સંપર્કમાં આવવાથી બચવું. રિસ્ક લેવાની પ્રવૃત્તિથી પણ બચવું. જોખમી કાર્યોમાં તમારું ધ્યાન લગાવશો નહીં.

વ્યવસાયઃ- વ્યવસાયિક કાર્યો માટે નક્ષત્રો તથા ભાગ્ય તમારા પક્ષમાં છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ભાવનાત્મક સંબંધ મજબૂત થશે.

સ્વાસ્થ્યઃ- ઉધરસ, તાવ વગેરે પરેશાન કરી શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી વ્યસ્ત દિનચર્યાથી કંટાળીને આજનો દિવસ મનોરંજન તથા તમારા વ્યક્તિગત રસના કાર્યોમાં પસાર કરો. જેનાથી તમે તમારી અંદર ઊર્જા અને સ્ફૂર્તિ અનુભવ કરશો. ઘરની દેખરેખ તથા જરૂરિયાતને પૂર્ણ કરવાને લગતાં કાર્યોમાં પણ સમય પસાર થશે.

નેગેટિવઃ- તમારી છાપ સારી જાળવી રાખો. તમારું કોઇ જુઠાણું પકડાઇ જવાથી તમારી છાપને નુકસાન પહોંચી શકે છે. વિદ્યાર્થીઓ હરવા-ફરવા તથા મિત્રો સાથે સમય ખરાબ કરશે જેના કારણે અભ્યાસમાં વિઘ્નો ઊભા થઇ શકે છે.

વ્યવસાયઃ- જો તમે વેપારને લગતું કોઇ નવું કામ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો સમય ઉત્તમ છે.

લવઃ- જીવનસાથી સાથે સંબંધ સારા જળવાયેલાં રહેશે.

સ્વાસ્થ્યઃ- સિઝનમાં ફેરફાર આવવાના કારણે એલર્જી કે આળસની સ્થિતિ રહેશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- બહારના સંપર્કો તમારા માટે ફાયદાકારક સાબિત થશે. દૂરના સંબંધીઓ અને મિત્રો સાથે મળવું એકબીજા પ્રત્યે પ્રેમને વધારશે તથા મહત્ત્વપૂર્ણ મુદ્દા ઉપર ચર્ચા-વિચારણાં થશે. આ સમયે ગ્રહ ગોચર અને ભાગ્ય તમારા પક્ષમાં મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિઓનું નિર્માણ કરી રહ્યું છે.

નેગેટિવઃ- આ વાતનું ધ્યાન રાખો કે, અન્યના કામમાં તમે દખલ કરો નહીં કે માંગ્યા વિના સલાહ આપશો નહીં. તમારા ગુસ્સા અને ઉતાવળ જેવા સ્વભાવ ઉપર પણ અંકુશ જાળવી રાખવો જરૂરી છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક દૃષ્ટિકોણથી હાલ સમય વધારે લાભદાયક તો નથી. છતાંય વ્યવસાયિક ગતિવિધિઓમાં સુધાર આવશે.

લવઃ- લગ્નજીવન સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ- કામ વધારે રહેવાના કારણે તણાવ રહેશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- થાકને દૂર કરવા માટે કોઇ એકાંત કે કોઇ ધાર્મિક સ્થાને થોડો સમય પસાર કરો. રચનાત્મક તથા ઘરની સજાવટને લગતાં કાર્યોમાં પણ રસ રહેશે. યુવા વર્ગ પોતાના કરિયરને લઇને વધારે ગંભીર રહેશે.

નેગેટિવઃ- કોઇ સાથે પણ વ્યવહાર કરતી સમયે સાવધાની જાળવો. તમારા નજીકના મિત્ર કે સંબંધીની ખોટી સલાહ તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે. જેથી તમારે તમારા નિર્ણયને જ સર્વોપરિ રાખવાં.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ સામાન્ય રહેશે. તમે તમારા વ્યક્તિગત તથા પારિવારિક કાર્યોમાં વ્યસ્ત રહેવાના કારણે તમારા વેપાર ઉપર ધ્યાન આપી શકશો નહીં.

લવઃ- પરિવારના લોકોનો પૂર્ણ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- કાર્યક્ષમતા અને ઊર્જાંમાં ઘટાડો આવી શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- તમારી પ્રતિભા અને ક્ષમતા આજે તમારા પક્ષમાં સારી સ્થિતિનું નિર્માણ કરી રહી છે. માત્ર તમારે તમારી યોજના અને કાર્યોને યોગ્ય રીતે ગતિ આપવાની જરૂરિયાત છે. બાળકો અને યુવાઓને તેમના અભ્યાસ અને સ્પર્ધાને લગતાં કાર્યોમાં વિશેષ સફળતા પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- ક્યારેક તમારી દેખાડાની પ્રવૃત્તિ તમારા માટે નુકસાનનું કારણ બની શકે છે. બધાને સુખી રાખવાની જગ્યાએ સંબંધોને યોગ્ય જાળવી રાખવા ઉપર વધારે ધ્યાન આપો.

વ્યવસાયઃ- માર્કેટિંગ તથા મીડિયાને લગતાં વ્યવસાયમાં આજે તમને વિશેષ ઉપલબ્ધિ પ્રાપ્ત થશે.

લવઃ- લગ્ન સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- વર્તમાન નકારાત્મક વાતાવરણની અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આજે તમે તમારી જીવનશૈલીમાં થોડો પોઝિટિવ પરિવર્તન લાવવાની ઇચ્છા રાખશો. સાથે જ, પરિવારની વ્યવસ્થા અને દેખરેખમાં પણ સમય પસાર થઇ શકે છે. કોઇના ઘરે ડિનર કરવા જવાનું આમંત્રણ મળી શકે છે.

નેગેટિવઃ- વાહન કે પ્રોપર્ટીને લગતી લોન લેવામાં મુશ્કેલી આવી શકે છે. કોઇ અધિકારી સાથે વિવાદમાં પડશો નહીં. નહીંતર પરેશાનીઓ વધશે. કોઇ પ્રકારની લાલચથી બચવું અને તમારી ભાવનાઓ ઉપર નિયંત્રણ રાખવું.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કોઇ પ્રકારના નવા પ્રયોગ કરવા જઇ રહ્યા છો તો તે તમારા માટે લાભદાયક રહેશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં કોઇ બહારના વ્યક્તિના કારણે તણાવ ઊભો થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- કોલ્ડ, કફ તથા તાવની બીમારી રહી શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- પરિવાર તથા વ્યવસાયમાં સંતુલન જાળવી રાખવાથી ઘરનું વાતાવરણ સારું જળવાયેલું રહેશે. બાળકોની પ્રતિયોગીતા કે કરિયરને લગતાં કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં ઉત્સવભર્યું વાતાવરણ રહેશે. આ સમયે આર્થિક લાભની સારી સંભાવના છે.

નેગેટિવઃ- કોઇપણ પ્રકારના અયોગ્ય કે રિસ્ક પ્રવૃત્તિના કાર્યોથી દૂર રહો. પરિચિત વ્યક્તિઓ સાથે પણ કોઇ પ્રકારનો વ્યવહાર કરતી સમયે સાવધાની રાખો.

વ્યવસાયઃ- થોડા સમયથી કાર્યક્ષેત્રમાં ચાલી રહેલી સમસ્યાનું સમાધાન મળશે.

લવઃ- તમારી પરેશાનીઓના સમાધાન માટે ઘરના સભ્યોનો સહયોગ અને સલાહ અવશ્ય લો.

સ્વાસ્થ્યઃ- શારીરિક નબળાઇ અનુભવ થશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- અન્યને સલાહ લેવાની જગ્યાએ તમારા મનના અવાજને પ્રાથમિકતા આપો. જેથી તમે કોઇ નિર્ણય લેવામાં સક્ષમ રહેશો. જો કોઇ પોલિસીમાં રોકાણ કરવાનો વિચાર કરી રહ્યા છો તો તરત જ અમલ કરો.

નેગેટિવઃ- ક્યારેક-ક્યારેક સ્વભાવમાં ચીડિયાપણું અને ગુસ્સો હાવી થઇ શકે છે. તમારી આ ખામીઓ ઉપર નિયંત્રણ જરૂરી છે. બાળકોની સમસ્યાઓના નિવારણ હેતુ તમારો સહયોગ તેમને આત્મબળ પ્રદાન કરશે.

વ્યવસાયઃ- તમે વેપારના વિસ્તારને લગતી જે યોજના બનાવી છે, તેને ગતિ આપવા માટે સમય ઉત્તમ છે.

લવઃ- પતિ-પત્ની બંને ઘર તથા વ્યવસાયમાં તાલમેલ જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આજે સામાજિક અને રાજનૈતિક કાર્યોમાં મોટાભાગનો સમય પસાર થશે. મહત્ત્વપૂર્ણ લોકો સાથે મુલાકાતથી તમને થોડી નવી વાતો શીખવા મળશે તથા વ્યક્તિત્વમાં પણ નિખાર આવશે.

નેગેટિવઃ- બાળકોની સંગત તથા ગતિવિધિઓ ઉપર નજર રાખવી જરૂરી છે. તેમને પોઝિટિવ કાર્યોમાં વ્યસ્ત રાખવા માટે તમારે તેમના માટે થોડો સમય કાઢવો પડશે. મિત્રો અને સંબંધીઓ સાથે સમય પસાર કરશો નહીં. વ્યક્તિગત કાર્યોમાં પણ ધ્યાન આપો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં જે ફેરફારને લગતી યોજના બની રહી છે, આજે તેના ઉપર અમલ કરવાનો યોગ્ય સમય નથી.

લવઃ- ઘરમાં મહેમાનોના આવવાથી વાતાવરણ વધારે સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- અનિયમિત ખાનપાનના કારણે પેટ ખરાબ થઇ શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- તમારી વ્યસ્ત દિનચર્યાથી રાહત મેળવવા માટે પરિવાર સાથે હરવા-ફરવા તથા મનોરંજનમાં સમય પસાર કરો. ઘરની સાફ-સફાઈ તથા શોપિંગના કાર્યોમાં પણ સમય પસાર થઇ શકે છે.

નેગેટિવઃ- કોઇ મિત્ર કે સંબંધીની ખોટી સલાહ તમારા માટે પરશાનીનું કારણ બનશે. જેથી તમે તમારા નિર્ણયને જ સર્વોપરિ રાખો. થોડા લોકો ઇર્ષ્યાની ભાવનાથી તમારા વિરૂદ્ધ ખોટી અફવાહ ફેલાવી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ યોગ્ય રીતે ચાલતી રહેશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે બાળકોની સમસ્યાઓને લઇને તણાવ રહેશે.

સ્વાસ્થ્યઃ- કાર્યક્ષમતા અને ઊર્જામાં ઘટાડો આવી શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- કોઇ જરૂરિયાતમંદ મિત્રની પરેશાનીઓમાં તેમની મદદ કરવી તમને સુકૂન અને સુખ આપી શકે છે. જીવનનો પડકાર સ્વીકાર કરવો તથા તેમનો દૃઢતાથી સામનો કરવો તમારા માટે સફળતાના માર્ગ ખોલી શકે છે.

નેગેટિવઃ- વિરોધી તમારા માટે મુશ્કેલી પેદા કરી શકે છે. તમે ચિંતા કરશો નહીં. વિજય તમારા પક્ષમાં છે. તમારે તમારી યોજનાઓને ગતિ આપવામાં થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

વ્યવસાયઃ- આજે તમને તમારી મહેનત પ્રમાણે લાભદાયક પરિણામ પ્રાપ્ત થશે.

લવઃ- ઘરના કોઇપણ મુદ્દાને તમારે શાંતિપૂર્ણ રીતે ઉકેલવા પડશે.

સ્વાસ્થ્યઃ- વાહન અથવા કોઇપણ મશીનનો સાવધાની પૂર્વક ઉપયોગ કરો

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: guj rijalt

#Hashtags