રાજ્ય સરકાર નવી ૨૭ હજાર જગ્યા માટે ભરતી કરશે
મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: રાજ્ય સરકાર ધ્વારા છેલ્લા એક વર્ષમાં ગૃહ વિભાગની ૨૫,૫૫૨ની ભરતી સહિત ૭૦ હજારની ભરતી કરવામાં આવી હોવા સાથે ચાલુ વર્ષે પણ ભરતી કેલેન્ડર મુજબ અંદાજે ૨૭,૦૦૦ કરતાં પણ વધુ જગ્યાઓ પર નિમણૂક કરવામાં આવશે.
ગુજરાત વિધાનસભામાં સામાન્ય વહીવટી વિભાગની મંત્રી પરિષદની મહેસૂલી ખર્ચની રૂ.૫.૭૦ કરોડ, ચૂંટણી અંતર્ગત મહેસૂલી રૂ.૧૪૭ કરોડ, મૂડીને લગતી રૂ.૧૦૦ કરોડ તેમજ સામાન્ય વહીવટી વિભાગની રૂ.૧૨૨ કરોડની અંદાજપત્રીય માંગણીઓ પસાર કરવામાં આવી હતી. જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે સામાન્ય વહીવટ વિભાગની માંગણીઓની ચર્ચાનો જવાબ આપતા જણાવ્યું હતું કે, ખાનગી ક્ષેત્રની સાથે રાજ્ય સરકારના વિવિધ વિભાગોનાં વર્ગ-૧થી ૩ના સંવર્ગમાં અંદાજીત ૭૦,૦૦૦ થી વધુ ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી છે.