Dailyhunt
આયાતી ઉમેદવાર નહીં, સ્થાનિક આગેવાનને જ ભાજપની ટિકિટ આપવાની માંગ: હવે મોરબી મહાપાલિકાના વોર્ડ નં. 8 માંથી વિરોધનો સૂર ઉઠ્યો

આયાતી ઉમેદવાર નહીં, સ્થાનિક આગેવાનને જ ભાજપની ટિકિટ આપવાની માંગ: હવે મોરબી મહાપાલિકાના વોર્ડ નં. 8 માંથી વિરોધનો સૂર ઉઠ્યો

Morbi Today 1 week ago

યાતી ઉમેદવાર નહીં, સ્થાનિક આગેવાનને જ ભાજપની ટિકિટ આપવાની માંગ: હવે મોરબી મહાપાલિકાના વોર્ડ નં. 8 માંથી વિરોધનો સૂર ઉઠ્યો મોરબીના ચિત્રકૂટ સોસાયટીમાં આજે મોડી સાંજે વોર્ડ નંબર 8 ના લોકો દ્વારા સ્વયંભૂ રીતે ભજીયા પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ ભજીયા પાર્ટીનું આયોજન કરવા પાછળનું મુખ્ય કારણ ભાજપ દ્વારા આ વિસ્તારમાં આયાતી ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તેવી ચર્ચાઓ ચાલી રહી છે તેના વિરોધમાં સ્થાનિક લોકોએ ભજીયા પાર્ટી યોજાઈને ભાજપના સ્થાનિક આગેવાનો દ્વારા ટિકિટની માંગણી કરવામાં આવી છે તે પૈકીના કોઈપણ એક ને ટિકિટ આપવામાં આવે તો તેનો વિરોધ નથી પરંતુ જો આયાતી ઉમેદવારને વોર્ડ નંબર 8 માં ટિકિટ આપવામાં આવશે તો સ્થાનિક લોકો દ્વારા ભાજપના સ્થાનિક આગેવાનને અપક્ષમાંથી ઉમેદવારી કરાવીને તેને ચુટાવવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે હજુ ભાજપ દ્વારા સત્તાવાર ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી નથી ત્યાં જુદા જુદા વોર્ડ અને વિસ્તારોમાંથી વિરોધ lના સુર ઊઠવા લાગ્યા છે અગાઉ મોરબીના વોર્ડ નં 3 માંથી ઓબીસી સમાજના લોકો દ્વારા જિલ્લા ભાજપ, શહેર ભાજપ અને પ્રદેશ ભાજપમાં આવેદનપત્ર પાઠવીને આયાતી ઉમેદવાર નહીં પરંતુ સ્થાનિક ઉમેદવારને ટિકિટની ફાળવણી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી ત્યારબાદ આજે મોડી સાંજે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ચિત્રકૂટ સોસાયટી વોર્ડ નં 8 ના મહિલાઓ સહિતના તમામ લોકો એકત્રિત થયા હતા અને એક ભજીયા પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે આ ભજીયા પાર્ટીનું આયોજન કોઈ પાર્ટીના ઉમેદવાર દ્વારા કે પછી રાજકીય આગેવાન દ્વારા નહીં પરંતુ સ્થાનિક લોકો દ્વારા સ્વયંભૂ રીતે જ કરવામાં આવ્યું હતું અને વર્ષોથી આ વિસ્તારની અંદર જે ભાજપના કાર્યકર્તાઓ કામ કરી રહ્યા છે અને તેઓ દ્વારા ટિકિટની માંગણી કરવામાં આવી છે તેને અવગણીને ભાજપ પક્ષ દ્વારા આ વોર્ડની અંદર આયાતી ઉમેદવારને મુકવામાં આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે જેથી કરીને સ્થાનિક લોકો દ્વારા ભજીયા પાર્ટીનું આયોજન કરીને જે સ્થાનિક આગેવાનોએ ટિકિટની ભાજપ માંગણી કરી છે તેમાંથી કોઈપણ એકને ટિકિટ આપવામાં આવે આયાતી ઉમેદવાર આ વોર્ડમાં ન મુકવામાં આવે તેવી માંગ કરી છે.

જો ભાજપ દ્વારા આયાતી ઉમેદવારને વોર્ડ નં 8 માં મુકવામાં આવશે તો સ્થાનિક આગેવાનને અપક્ષમાંથી ઉમેદવારી કરાવીને તેને ચૂંટણીમાં વિજય અપાવવા માટેનો સંકલ્પ આ કાર્યક્રમ દરમિયાન સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવ્યો છે. આમ મોરબીમાં ભાજપ દ્વારા હજુ તો મહાપાલિકા માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા નથી ત્યાં જુદા જુદા વોર્ડની અંદરથી વિરોધનો સુર ઉઠવા લાગ્યો છે જેથી ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવે ત્યારબાદ ભાજપ માટે ચૂંટણી પહેલા જ કપરા ચઢાણ જેવો મોરબીમાં ઘાટ સર્જાય તો નવાઈ નથી

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Morbi Today