Dailyhunt
મોરબી: ઘરેથી કામ શોધવા જાઉં છું કહીને નીકળેલી યુવતી ગુમ

મોરબી: ઘરેથી કામ શોધવા જાઉં છું કહીને નીકળેલી યુવતી ગુમ

Morbi Today 1 week ago

મોરબી: ઘરેથી કામ શોધવા જાઉં છું કહીને નીકળેલી યુવતી ગુમ

મૂળ હળવદના ગ્રામ્ય વિસ્તારની રહેવાસી અને હાલ મોરબીના મકનસર ખાતે મામાના ઘરે આવેલ યુવતી ઘરેથી કામ શોધવા માટે જાવ છું.તેમ કહીને નીકળી હતી અને બાદમાં ગુમ થઈ ગયેલ હોય ઘરમેળે શોધખોળ કરવા છતાં તેણીનો પતો ન લાગતા પોલીસમાં જાણ કરવામાં આવી છે.જેથી તાલુકા પોલીસ દ્વારા ગુમ થયેલ યુવતીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

મોરબી તાલુકા પોલીસ મથકના એ.એચ.પરમાર પાસેથી મળતી વિગતો પ્રમાણે મોરબીના મકનસર ગામે મામાને ત્યાં આવેલ કૈલાસબેન ઉર્ફે હકુબેન પ્રવીણભાઈ શીવાભાઈ રાઠોડ (૧૮) મૂળ રહે.ગૌરી ઘનશ્યામપુર તા.હળવદ ગત તા.૨૫-૩ ના સવારે નવેક વાગ્યે કામ શોધવા માટે જાવ છું તેમ કહીને ઘરેથી નીકળ્યા હતા અને મકનસરથી નીકળ્યા બાદ મકનસર ખાતે પરત ફર્યા ન હોય ઘરમેળે તપાસ કરવામાં આવી હતી.છતાં પણ પતો ન લાગતા કૈલાસબેનના માતા ટીનાબેન પ્રવીણભાઈ રાઠોડ (૩૭) રહે. લીલાપર ગામ પાસે સિરામિક યુનિટના લેબર કવાટરમાં એ પોલીસમાં જાણ કરી હતી.હાલ ગુમ થયેલા કૈલાસબેન રાઠોડને શોધવા માટે તાલુકા પોલીસ સ્ટાફના એ.એચ.પરમાર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Morbi Today