Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
મોરબી શહેર-તાલુકમાં અપમૃત્યુના ત્રણ બનાવ: 1 બાળક-2 યુવાનના મોત

મોરબી શહેર-તાલુકમાં અપમૃત્યુના ત્રણ બનાવ: 1 બાળક-2 યુવાનના મોત

Morbi Today 2 weeks ago

મોરબી શહેર-તાલુકમાં અપમૃત્યુના ત્રણ બનાવ: 1 બાળક-2 યુવાનના મોત

મોરબીના જીવાપર ગામે ઘરની સામે આવલે તળાવના પાણીમાં ડૂબી જવાથી 4 વર્ષના બાળકનું મોત થયું છે જયારે ભાગ્યલક્ષ્‍મી સોસાયટીમાં રહેતા યુવાને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો છે અને ફૂલછાબ કોલોનીમાં રહેતો યુવાન ઘરે બાથરૂમમાંથી બહાર આવતા સમયે બેભાન થઈ ગયો હતો અને બેભાન અવસ્થામાં જ તેનું મોત નીપજયું હતું.

મોરબીના જીવાપર ગામે રહેતા બળદેવભાઈ હમીરપરાનો 4 વર્ષ નો દીકરો ગોપાલ બળદેવભાઈ હમીરપરા પોતાના ઘરે રમતો હતો ત્યારે રમતા રમતા કોઈપણ કારણોસર ઘરની સામેના ભાગમાં આવેલ તળાવના પાણીમાં ડૂબી ગયો હતો જેથી કરીને તે બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી જયારે મોરબીમાં ઉમા ટાઉનશીપની આગળના ભાગમાં આવેલ ભાગ્યલક્ષ્‍મી સોસાયટીમાં રહેતા અમૃતસિંહ દાનુભા જાડેજા (34)નામના યુવાને કોઈપણ કારણોસર પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેને તાત્કાલિક મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં આગળની તપાસ એ.એમ.જાપડીયા ચલાવી રહ્યા છે તો મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ ફૂલછાબ કોલોનીમાં રહેતા મકવાણીયા ઉસ્માનભાઈ વલીભાઈ (44)નામનો યુવાન પોતે પોતાના ઘરે ગઈ કાલે સવારે 10:00 વાગ્યાના અરસામાં બાથરૂમમાંથી બહાર આવતા સમયે બેભાન થઈ ગયો હતો જેથી તેને તાત્કાલિક બેભાન અવસ્થામાં મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને મુજબની કાર્યવાહી હાથ ધરી છે

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Morbi Today