Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
મોરબીમાં દુષ્કર્મના ગુનામાં પકડાયેલ આધેડ જેલ હવાલે

મોરબીમાં દુષ્કર્મના ગુનામાં પકડાયેલ આધેડ જેલ હવાલે

Morbi Today 1 week ago

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહીલા સાથે દુષ્કર્મનો બનાવ બન્યો હતો. જે અંગે ફરીયાદ નોંધાવાતા પોલીસે ગણતરીના કલાકોમાં મુકેશ જાદવજીભાઈ સરડવા પટેલ (ઉ.52) હાલ રહે. અવધ સોસાયટી, શિવશકિતનગરની પાસે કેનાલ રોડ મોરબી મુળ રહે. ખીરસરા તા.માળીયાની પીએસઆઈ વાણીયાએ અટકાયત કરી હતી અને કોર્ટમાં રજુ કરતા કોર્ટે જેલ હવાલે કરવા હુકમ કરતા મુકેશ સરડવાને જેલ હવાલે કરાયા હોવાનું પોલીસ સુત્રોએ જણાવેલ છે.

યુવાન સારવારમાં
ટંકારાના નસીતપર ગામે રહેતા પકુભાઈ રમેશભાઈ મેડા (26)ને સીમમાં બીપીનભાઈના ખેતરે જીવજંતુ કરડી જતા સારવારમાં લાવવામાં આવ્યો હતો. જયારે હળવદના ચરાડવા ગામે અભીભાઈના ખેતરે સાપ કરડી જતા કલુભાઈ તોમર (20)ને સારવાર માટે અત્રેની સિવિલે સારવારમાં લાવવામાં આવ્યો હતો. મોરબી-વાંકાનેર હાઈવે સરતાનપર રોડે આવેલ કમાન્ડર સિરામીક લેબર કવાટર ખાતે થયેલ મારામારીમાં ઈજા થતા કમલલાલ કાનજીભાઈ (30) રહે. પીપળી રોડ, હુકમસિંહ સમરસિંહ (38) અને પ્રહલાદસિંગ ગુલતાનસિંગ (30) રહે. બંને કમાન્ડર સિરામીક લેબર કવાટર એમ ત્રણેયને સારવાર માટે સિવિલે ખસેડાયા હતા.

મારામારી
વાંકાનેર નજીક ટોલનાકા પાસેની રામદેવ હોટલ પાસે બે અજાણ્યા ઈસમોએ દંડા વડે માર મારતા ઈજા પામેલા માંગીલાલ યુવરાજભાઈ પામલાયા (34) રહે. સીરામીક સીટી લાલપર મોરબીને સિવિલે ખસેડાયો હતો તેમજ હળવદના દિઘડીયા ગામે રહેતા લાલાભાઈ ખોડાભાઈ ઈટોદરા (18) નામના યુવાને ખળ બાળવાની દવા પી લેતા અત્રેની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

યુવતી સારવારમાં
મોરબી-વાંકાનેર હાઈવે લાલપર ગામ પાસેની ઓનેસ્ટ હોટલ પાસે સનાબેન ફારૂકભાઈ મોલાના (22) રહે. જુનાગઢ નામની યુવતીએ અકળ કારણોસર જાતે હાથે ચેકા મારી લેતા સારવાર માટે સરકારી હોસ્પીટલે લાવવામાં આવી હતી. મોરબી ગેબનશા પીરની દરગાહ નજીક અજાણ્યા માણસે પથ્થર મારતા ઈજાગ્રસ્ત થયેલ ફાતિમાબેન હુશેનભાઈ કુરેશી (50) રહે. મતવા ચોક પાસે વજેપર મોરબીને પણ સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબી-2 રેલ્વે ફાટક પોસ્ટ ઓફીસ નજીક ઝેરી દવા પી જતા મુસ્કાનબેન અબ્બાસભાઈ કટીયા (21) રહે. સો ઓરડીને આયુષમાં સારવાર માટે લઈ જવાયેલ હતી. પિતાના અવસાન બાદ ઘરના ટેન્શનને લીધે પગલું ભયુર્ં હોવાનું તપાસમાં ખુલ્યુ હતું. જયારે જાંબુડીયા પાવર હાઉસની પાસે અકસ્માત બનાવમાં ઈજા થતા રંજનબેન પ્રેમજીભાઈ ઉધરેજા (45), પ્રેમજીભાઈ નાગજીભાઈ ઉધરેજા (50) અને રેખાબેન પ્રેમજીભાઈ (16) રહે. ત્રણેય મોરબીને સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Morbi Today