Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
મોરબીમાં ઘરે સીડી ઉતરતા સમયે પાણીના ટાંકામાં પડી ગયેલ 7 વર્ષના બાળકનું મોત

મોરબીમાં ઘરે સીડી ઉતરતા સમયે પાણીના ટાંકામાં પડી ગયેલ 7 વર્ષના બાળકનું મોત

Morbi Today 1 week ago

મોરબીમાં ઘરે સીડી ઉતરતા સમયે પાણીના ટાંકામાં પડી ગયેલ 7 વર્ષના બાળકનું મોત

મોરબીના વીસીપરા આવેલ મદીના સોસાયટીમાં રહેણાંક મકાનની અંદર પાણીના ટાંકામાં સાત વર્ષનો બાળક પડી ગયો હતો જેથી પાણીમાં ડૂબી જવાના કારણે તે બાળકનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતાં પોલી સે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબીના વીસીપરામાં આવેલ મદીના સોસાયટીમાં રહેતા અમીન કટિયાનો સાત વર્ષનો દીકરો મહમદ કટિયા પોતાના ઘરની અંદર હતો ત્યારે ત્યાં ઘરમાં પાણીના ટાંકામાં પડી ગયો હતો જેથી કરીને પાણીમાં ડૂબી જવાથી તે માસુમ બાળકનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની આગળની તપાસ સતિષભાઈ ગરચર કરી રહ્યા હોય તેઓની પાસેથી મળતી માહિતી મુજબ મૃતક બાળકનો પરિવાર ઉપરના માળે રહેતો હતો અને ત્યાંથી મૃતક બાળકના પિતા બહાર જતાં હતા ત્યારે તેની સાથે જવા માટે બાળક પણ સીડી ઉપરથી નીચે આવી રહ્યો હતો દરમ્યાન કોઈ કારણોસર બાળક સીડી પાસે આવેલ ભોતળિયાના ટંકામાં પડી ગયો હતો અને ત્યાં પાણીમાં ડૂબી જવાથી તે બાળકનું મોત નીપજયું હતું .

અકસ્માતમાં ઇજા

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ લાયન્સનગર વિસ્તારમાં રહેતો કુમાર બુધાભાઈ વિકાણી (44)નામના યુવાનને કોયલી ગામ નજીકથી બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં આવેલ ખાડાના લીધે બાઈકનો અકસ્માત થયો હતો અને તે બનાવમાં યુવાનને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા અને ત્યાં સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરી હતી

ઇલેક્ટ્રીક શોટ
મૂળ એમપીનો રહેવાસી સત્યમ લોદી 21 નામનો યુવાન ટીમળી પાટિયા પાસે આવેલો ઓએસિસ કારખાનામાં હતો ત્યારે ત્યાં કામ દરમિયાન કોઈ પ્રકારો સાથેના ઇલેક્ટ્રીક શોટ લાગી હોય તો જેથી કરીને તે યુવાનને સારવાર માટે હોસ્પિટલ લાવ્યા હતા ત્યાં તેની સારવાર આપીને બનાવવાની પોલીસે જાણ કરવામાં આવી હતી

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Morbi Today