Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
મોરબીમાં હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશન કરતાં યુવા શક્તિ ગ્રુપમાં વધુમાં વધુ રક્તદાતાઓને જોડાવા અનુરોધ

મોરબીમાં હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશન કરતાં યુવા શક્તિ ગ્રુપમાં વધુમાં વધુ રક્તદાતાઓને જોડાવા અનુરોધ

Morbi Today 1 week ago

મોરબીમાં હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશન કરતાં યુવા શક્તિ ગ્રુપમાં વધુમાં વધુ રક્તદાતાઓને જોડાવા અનુરોધ

મોરબીમાં યુવા શક્તિ ગ્રુપ વર્ષ 2017 થી "Hand to Hand Blood Donation" ના સંકલ્પ સાથે 24×7 માટે શરૂ કરવામાં આવેલ છે અને મોરબી શહેરમાં કોઈપણ બ્લડ ગ્રુપની ઇમરજન્સી જરૂરિયાત ઊભી થાય ત્યારે આ ગ્રૂપ દ્વારા દર્દી માટે બ્લડની વ્યવસ્થા કરી આપવામાં આવે છે.

જેથી આ સંસથાના સેવાયજ્ઞથી આજ સુધી હજારો જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત મળી જવાથી નવ જીવન મળ્યું છે. અને લોકોની જિંદગીઓ બચાવવામાં સફળતા મળી છે.

રક્ત એ કુદરતની એવી અમૂલ્ય ભેટ છે, જે આજ સુધી કોઈપણ મેડિકલ ટેકનોલોજી દ્વારા બનાવવું શક્ય બન્યું નથી. એક માણસ જ બીજા માણસને રક્ત આપી શકે છે ત્યારે માનવતાને જીવંત રાખવા અને "રક્તદાન મહાદાન" ના પવિત્ર કાર્યમાં સહભાગી બનવા માટે મોરબીમાં યુવા શક્તિ ગ્રુપને વધુમાં વધુ રક્તવીર રક્તદાતાઓની જરૂર છે. અને મોરબીમાં રહેતા કોઈ પણ વ્યક્તિ કોઈપણ દર્દીને તાત્કાલિક જરૂરિયાતના સમયે જો રક્ત આપવા ઇચ્છતા હોય તો તેઓએ પોતાનું પૂરું નામ, બ્લડ ગ્રુપ, મોબાઇલ નંબર લખીને સંસથાના હેલ્પલાઇન નંબર 93493 93693 ઉપર વ્હોટ્સએપમાં સેન્ડ કરવા માટે અનુરોધ કર્યો છે. કેમ કે, ખરા સમયે કરવામાં આવેલ રક્તદાનથી કોઈના પરિવારને નવી આશા મળે છે અને કોઈની જિંદગી બચાવીને નવું જીવન આપી શકાય છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Morbi Today