Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
મોરબીમાં નવકાર કોમ્પ્યુટર એકેડેમી ખાતે વિદ્યાર્થીઓ-પૂર્વ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો

મોરબીમાં નવકાર કોમ્પ્યુટર એકેડેમી ખાતે વિદ્યાર્થીઓ-પૂર્વ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો

Morbi Today 1 week ago

મોરબીમાં નવકાર કોમ્પ્યુટર એકેડેમી ખાતે વિદ્યાર્થીઓ-પૂર્વ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો

મોરબીમાં આવેલ નવકાર કોમ્પ્યુટરના ૧૩ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે એવોર્ડ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓ તેમજ વિવિધ ક્ષેત્રે કાર્યરત પૂર્વ વિદ્યાર્થીઓ અને સંસ્થાના સ્ટાફનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ તકે મુખ્ય મહેમાન તરીકે AICES ના હેડ દિલીપ મકવાણા, જસવંતભાઈ મિરાણી, અલ્પેશભાઈ ગાંધી, જાડેજાભાઈ, અનિલભાઈ, અલ્પેસભાઈ પુજારા, કાસુન્દાભાઈ, ધર્મેન્દ્રભાઇ, અશોકભાઇ, ભાવેશભાઈ હડીયલ, કિશોરભાઇ, હર્ષદભાઈ કંઝારીયા, જીતેન્દ્રભાઈ પિત્રોડા સહિતના હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં સંસ્થાના વિવિધ કોર્ષો જેવા કે CCC, TallyPrime, ગ્રાફિક્સ ડિઝાઇનિંગ, ટાઇલ્સ ડિઝાઇનિંગ, C Language અને લેટેસ્ટ AI કોર્ષમાં શ્રેષ્ઠ ગુણાંક સાથે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર ૪૦ થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સાથે જસંસ્થામાંથી અભ્યાસ કરી આજે ગવર્મેન્ટ જોબ અને સિરામિક ક્ષેત્રે ઉચ્ચ હોદ્દા પર કાર્યરત ૩૦ થી વધુ પૂર્વ વિદ્યાર્થીઓને મોમેન્ટો આપી તેમનું ગૌરવવંતુ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અંદાજે ૩૦૦ થી વધુ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ હાજર રહ્યા હતા. તેવી માહિતી સંસ્થાના સંચાલક દિપેશભાઈ દોશીએ આપી હતી.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Morbi Today