મોરબીમાં પીજીવીસીએલના અધિકારી-કર્મચારીઓ દ્વારા જનજાગૃતિ રેલી યોજાઇ
મોરબીમાં દર વર્ષે ચોમાસા પહેલા વીજ અકસ્માતો નિવારવા માટે પીજીવીસીએલ દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું અને લોકોને ચોમાસા દરમ્યાન તકેદારી રાખવા માટેની અપીલ કરવામાં આવી હતી. વધુમાં અધિકારીએ જણાવ્યું હતું કે , ચોમાસામાં પશુઓને વીજ થાંભલા સાથે બાંધવા નહીં , વીજ પોલથી પશુઓને દૂર રાખવા , વીજ થાંભલા સાથે તાર કે દોરી બાંધીને કપડાં સૂકવવા નહીં , ચોમાસામાં ભેજવાળા વાતાવરણ ના લીધે વીજ શોક લાગવાની શક્યતા હોય છે.
આ સાથે લોકોને વીજ બચત અને પર્યાવરણમાં પ્રદૂષણ ઘટાડવા માટે પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ સોલાર રૂફટોપ અપનાવવા અનુરોધ કર્યો હતો અને સરકાર દ્વારા આપવામાં આવતી 78,000 રૂપિયા સુધીની સબસિડીનો લાભ લેવા માટે લોકોને સમજાવ્યા હતા. અને ખાસ કરીને સ્માર્ટ મીટરના મુદ્દે અધિકારીએ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત નથી, પરંતુ તેમાં ગ્રાહકો સહકાર આપે તે જરૂરી છે. અને આ સ્માર્ટ મીટર લાગવાથી ગ્રાહકો પોતાનો રિયલ ટાઈમ મુજબ વીજ વપરાશ મોબાઈલ મારફતે ગમે ત્યારે જોઈ શકે છે.

