Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
મોરબીના મોડપર ગામે અગાઉ થયેલ માથાકૂટનો ખાર રાખીને યુવાનને ગુપ્ત ભાગે પાટુ અને ખભામાં પાઇપ માર્યો: બે શખ્સો સામે ફરિયાદ

મોરબીના મોડપર ગામે અગાઉ થયેલ માથાકૂટનો ખાર રાખીને યુવાનને ગુપ્ત ભાગે પાટુ અને ખભામાં પાઇપ માર્યો: બે શખ્સો સામે ફરિયાદ

Morbi Today 1 week ago

મોરબીના મોડપર ગામે અગાઉ થયેલ માથાકૂટનો ખાર રાખીને યુવાનને ગુપ્ત ભાગે પાટુ અને ખભામાં પાઇપ માર્યો: બે શખ્સો સામે ફરિયાદ મોરબીના પીપળીયા ગામે રહેતો યુવાન મોડપર ગામે દેવીપુજક વાસમાં હતો ત્યારે અગાઉ થયેલ માથાકૂટનો ખાર રાખીને બે શખ્સો દ્વારા તેને માર મારવામાં આવ્યો હતો અને ત્યારે બે પૈકીના એક શખ્સે યુવાનને ગુપ્ત ભાગે પાટુ મારીને ઈજા કરી હતી અને બીજાએ ખભામાં હાંસળીના ભાગે લોખંડનો પાઇપ મારીને ઇજા કરી હતી જેથી ઇજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા ત્યારબાદ તેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબી તાલુકાના પીપળીયા ગામે રાજીવનગરમાં રહેતા ઓમદેવસિંહ મહિપતસિંહ જાડેજા (35) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અક્ષયભાઈ વિનુભાઈ તથા ઉમેશભાઈ શાંતિલાલ રહે બંને મોડપર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે મોડપર ગામે આવેલ દેવીપુજક વાસમાં ફરિયાદી હાજર હતો ત્યારે આરોપીઓએ અગાઉ થયેલ માથાકૂટ નો ખાર રાખીને ફરિયાદીને ગાળો આપી હતી અને ત્યાર બાદ અક્ષય ભાઈએ ફરિયાદીને પકડી રાખીને ગુપ્ત ભાગે પાટુ મારીને ઇજા કરી હતી જ્યારે ઉમેશભાઈએ લોખંડનો પાઇપ ફરિયાદીને ડાબા ખભામાં હાંસળીન ભાગે મારીને ઇજા કરી હતી જેથી ઇજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ તેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Morbi Today