Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
મોરબીના નીચીમાંડલ ગામ પાસે પાણીની ડોલમાં ડૂબી જવાથી 8 મહિનાના બાળકનું મોત

મોરબીના નીચીમાંડલ ગામ પાસે પાણીની ડોલમાં ડૂબી જવાથી 8 મહિનાના બાળકનું મોત

Morbi Today 1 week ago

મોરબીના નીચીમાંડલ ગામ પાસે પાણીની ડોલમાં ડૂબી જવાથી 8 મહિનાના બાળકનું મોત

મોરબીના હળવદ રોડ ઉપર આવેલ નીચીમાંડલ ગામ પાસે રહેતા પરિવારનો આઠ માસનો દીકરો કોઈ કારણોસર પાણીની ડોલમાં ડૂબી ગયો હતો જેથી પાણીમાં ડૂબી જવાના કારણે તે બાળકનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી

મોરબી તાલુકાના નીચી માંડલ ગામ પાસે રહેતા સુનિલભાઈ ચાંગડનો આઠ માસનો દીકરો અર્જુન કોઈપણ કારણોસર પાણીની ડોલમાં ડૂબી ગયો હતો જેથી પાણીમાં ડૂબી જવાના કારણે તે માસુમ બાળકનું મોત નીપજયું હતુ ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ નંદરામભાઇ મેસવાણિયા દ્વારા કરવામાં આવી હતી

અકસ્માતમાં બે યુવાનને ઇજા

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ વિશાલ ફર્નિચર સામે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ભાવેશ ગોરધનભાઈ સોલંકી (25)રહે. ઇન્દિરાનગર મોરબી તેમજ મોહિત સલીમભાઈ પઠાણ (20) રહે. સોઓરડી મોરબી વાળાઓને ઈજા થઈ હોવાથી બંને ઇજાગ્રસ્ત યુવાનોને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Morbi Today