Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
મોરબીના રંગપર ગામ નજીક કારખાનામાં શ્રમિકોના કવાર્ટરમાંથી 7 મોબાઈલ ફોનની ચોરી

મોરબીના રંગપર ગામ નજીક કારખાનામાં શ્રમિકોના કવાર્ટરમાંથી 7 મોબાઈલ ફોનની ચોરી

Morbi Today 2 months ago

મોરબીના રંગપર ગામ નજીક કારખાનામાં શ્રમિકોના કવાર્ટરમાંથી 7 મોબાઈલ ફોનની ચોરી

મોરબીના રંગપર જીવાપર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા શ્રમિકોના ક્વાર્ટરને અજાણ્યા શખ્સે નિશાન બનાવ્યા છે અને એક બે નહીં પરંતુ સાત જેટલા મોબાઈલ ફોન લેબર કવાર્ટરમાંથી ચોરી કરવામાં આવેલ છે જેથી કોન્ટ્રાક્ટર દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી જ શરૂ કરેલ છે

મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા અને સિરામિક કારખાનામાં કોન્ટ્રાકટ રાખતા વિપુલભાઈ પ્રાગજીભાઈ અમૃતિયા (43)એ હાલમાં અજાણ્યા શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીના રંગપર અને જીવાપર રોડ ઉપર આવેલ લુપ્ટેન સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા શ્રમિકોમાંથી અલગ અલગ ક્વાર્ટરમાં રહેતા શ્રમિકોના એક બે નહીં પરંતુ સાત જેટલા મોબાઈલની કોઈએ ચોરી કરેલ છે જેથી 29 હજાર રૂપિયાની કિંમતના મોબાઈલની ચોરી કરવામાં આવી હોવાની હાલમાં કોન્ટ્રાક્ટર દ્વારા ફરિયાદ નોધવાવમાં આવેલ છે તેના આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Morbi Today