Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
મોરબીના ઋષભનગરમાંથી વહેલી સવારે કોઈ કારણોસર યુવતી ગુમ

મોરબીના ઋષભનગરમાંથી વહેલી સવારે કોઈ કારણોસર યુવતી ગુમ

Morbi Today 4 months ago

મોરબીના ઋષભનગરમાંથી વહેલી સવારે કોઈ કારણોસર યુવતી ગુમ

મોરબી શહેરમાં આવેલ ઋષભનગરમાં રહેતા યુવતી કોઈપણ કારણોસર ગુમ થઈ ગયેલ છે જેથી હાલમાં ગુમ થયેલ યુવતીના પિતાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશને ગુમસુધા ફરિયાદ આપી છે જેના આધારે પોલીસે ગુમ થયેલ યુવતીને શોધવા માટે તજવીજ શરૂ કરી છે.

મોરબીના ઋષભનગર વિસ્તારમાં રહેતા નંદલાલભાઈ મોતીલાલ સોનાગ્રા ( 51 )એ હાલમાં પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપી છે જેમાં તેઓએ જણાવ્યું છે કે તેમની દીકરી હેતલબેન નંદલાલભાઈ સોનગ્રા ( 21 ) ગત તા.

31/5 ના વહેલી સવારે 5 વાગ્યે ઘરે કોઈને કશું કહ્યા વગર ગુમ થઈ ગયેલ છે અને તેને શોધવા છતાં કોઈ જગ્યાએથી તેનો પતો લાગ્યો નથી જેથી કરીને હાલમાં ગુમ થયેલ યુવતીને શોધવા માટે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના બાયપાસ રોડ ઉપર આનંદનગર નજીક રહેતા કરસનભાઈ દેવીપુજક (70)નામના વૃદ્ધને ઓવરબ્રિજ પાસે રીક્ષા ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ઇજા પામેલા વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Morbi Today