Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
મોરબીના ઉટબેટ (સામપર) ગામે સાપ કરડી જતાં યુવાનનું મોત

મોરબીના ઉટબેટ (સામપર) ગામે સાપ કરડી જતાં યુવાનનું મોત

Morbi Today 1 week ago

મોરબી તાલુકાના ઉટબેટ (સામપર) ગામે રહેતા ગોરધનભાઇ અમરાભાઇ સોંદરવા નામનો 45 વર્ષનો યુવાન ગામની શાળા ખાતે કામ કર્યા બાદ ગત તા.28ના શાળાના પડથાર ખાતે સુતા હતા ત્યારે સાપ કરડી ગયો હતો જેથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા. ત્યાં સારવાર દરમિયાન ગોરધનભાઇ સોંદરવાનું મોત નિપજ્યું હતું. બનાવને પગલે તાલુકા પોલીસમાં જાણ થતાં સ્ટાફના જી.પી.

મોરણીયાએ નોંધ કરી તપાસ કરી હતી.જ્યારે માળીયા હાઇવે લક્ષ્‍મીનગરના બ્રીજ ખાતે વાહન અકસ્માતના બનાવમાં ઇજા થતાં શારદાબેન રમેશભાઇ સોલંકી (ઉ.વ. 25, રહે. રણછોડનગર, મોરબી) ને સારવારમાં લઇ જવાયા હતા.

વાહન અકસ્માત
ટંકારાના લજાઇ-હડમતીયા રસ્તે રાત્રીના થયેલા વાહન અકસ્માતના બનાવમાં ઇજાગ્રસ્ત થયેલા દિનેશભાઇ ગંગારામ મકવાણા (ઉ.વ. 35, રહે. વિરપર ટંકારા)ને અહીંની સીવીલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જ્યારે માટેલ રોડ ગ્રેનોલેન્ડ સિરામીકની લેબર ક્વાટરમાં થયેલ મારામારીના બનાવમાં ઇજા થતાં ઘનશ્યામ લાલચંદ (45)ને સારવારમાં મોરબી ખસેડાયા હતા. તેમજ મોરબી તખ્તસિંહજી રોડ ખાતેના મેલડી માતાના મંદિરની પાસે માયાભાઇ રસુલભાઇ (45)એ જાતે ગળાના ભાગે ઇજા કરતા સારવાર માટે સિવિલે લઇ જવાયા હતા.

યુવાન સારવારમાં
વાંકાનેર હાઇવે બંધુનગર પાસેના સોનમ કારખાના પાસે બે બાઇક અથડાતા અજય પ્રવિણભાઇ સાવરીયા (25, રહે. સબ જેલ ચોક સામે)ને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો તેમજ નવલખી રોડ લૂંટાવદર પાસે રીક્ષા પલ્ટી મારી જતાં ગૌતમ હરીભાઇ અગોલા (30, રહે. જસાપર), ચંપાબેન મોપનાથ ભાટી (50), બચુબેન નાગભાઇ રાઠોડ (35) અને કનુબેન તરૂપનાથ રાઠોડ (30, રહે. પીપળીયા ચોકડી)ને ઇજાઓ થતાં ચારેયને અહીંની સિવિલે લાવવામાં આવ્યા હતા. ગૌતમભાઇ અગોલાની હાલત નાજુક જણાવતા વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો.

મારામારીમાં ઇજા
મહેન્દ્રનગર પાસેના ઇન્દીરાનગર ખોડીયાર મંદિર પાસે રહેતા સહદેવ સુરેશભાઇ મકવાણા (18)ને મહેન્દ્રનગર ચોકડી પાસેના મેળાના મેદાનમાં ચાર-પાંચ લોકોએ માર મારતા સારવારમાં ખસેડાયો હતો. જ્યારે પાડાપુલની નીચેની ઝુંપડપટ્ટીમાં રહેતા પરિવારની મનીષા રાજુભાઇ દેવીપૂજક નામની તેર વર્ષની બાળકી મંદિર પાસે હતી ત્યારે પાંચેક લોકોએ માર મારતા ઇજા થતાં સારવારમાં ખસેડાઇ હતી.તેમજ લખધીરપુર રોડ કેનાલની પાસે અજાણ્યા બાઇક ચાલકે હડફેટે લેતા અંજલી બુદાભાઇ દેવીપૂજક (14)ને સારવાર માટે સિવિલે લઇ જવામાં આવી હતી.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Morbi Today