Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
મોરબીની રવાપર ચોકડીએ પગપાળા જતા યુવાનને ટ્રક ચાલકે હડફેટે લેતા બંને પગના પંજામાં ટાંકા આવ્યા

મોરબીની રવાપર ચોકડીએ પગપાળા જતા યુવાનને ટ્રક ચાલકે હડફેટે લેતા બંને પગના પંજામાં ટાંકા આવ્યા

Morbi Today 1 week ago

મોરબીની રવાપર ચોકડીએ પગપાળા જતા યુવાનને ટ્રક ચાલકે હડફેટે લેતા બંને પગના પંજામાં ટાંકા આવ્યા મોરબીની રવાપર ચોકડી પાસેથી યુવાન ચાલીને જઈ રહ્યો હતો દરમિયાન અજાણ્યા ટ્રક ચાલકે તેને હડફેટે લેતા બંને પગના પંજા તથા ઢીંચણના ભાગે ગંભીર ઇજા થઈ હોય યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યાં તેને બંને પગના પંજામાં ટાંકા આવ્યા હતા અને સારવાર લીધા બાદ યુવાને અજાણ્યા ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે વાંકાનેરમાં રહેતા મુન્નાભાઈ ઈસ્માઈલભાઈ સલાટ (40) એ અજાણ્યા ટ્રક ચાલક સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમ જણાવ્યું છે કે રવાપર ચોકડી પાસેથી તેઓ પગપાળા ચાલીને રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે અજાણ્યા ટ્રક ચાલકે તેઓને હડફેટે લીધા હતા જેથી કરીને ફરિયાદીને બંને પગના પંજામાં તથા ઢીંચણના ભાગે ગંભીર ઈજા થઈ હતી માટે ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં તેને બંને પગના પંજાના ભાગે ટાંકા આવ્યા હતા અને બંને પગના ઢીંચણમાં ફેક્ચર જેવી ઇજા થઈ હતી જેથી યુવાને સારવાર લીધા બાદ હાલમાં નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Morbi Today