મોરબીની સર્વોપરી સ્કૂલના વિદ્યાર્થીઓએ એસપી કચેરીની મુલાકાત લીધી
મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ સર્વોપરી સ્કૂલના ધો. ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓએએસપી કચેરીની મુલાકાત લીધી હતી ત્યારે વિદ્યાર્થીઓને પોલિસ વિભાગની વિવિધ કામગિરી, વિવિધ શાખાઓની જવાબદારી તેમજ સમગ્ર મોરબી જિલ્લાનું મોનીટરિંગ કરતા નેત્રમ વિભાગની મુલાકાત કરી હતી અને વિદ્યાર્થીઓને e- challan તેમજ દરેક કેમેરાની કામગીરીથી વાકેફ કરવામાં આવ્યા હતા.
તેમજ એસ.પી. મુકેશ પટેલે વિદ્યાર્થીઓને જરૂરી માહિતી આપી હતી અને વિદ્યાર્થીઓને ભવિષ્યમાં દેશનાં જવાબદાર નાગરિક બની દેશભક્તિ કરવા માર્ગદર્શન આપ્યું હતું

