Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ટંકારાના ભૂતકોટડાથી ચોટીલા પૂનમ ભરવા માટે જતા બે યુવાનોના બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત: બંને ઇજાગ્રસ્ત સારવારમાં

ટંકારાના ભૂતકોટડાથી ચોટીલા પૂનમ ભરવા માટે જતા બે યુવાનોના બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત: બંને ઇજાગ્રસ્ત સારવારમાં

Morbi Today 3 months ago

ટંકારાના ભૂતકોટડાથી ચોટીલા પૂનમ ભરવા માટે જતા બે યુવાનોના બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત: બંને ઇજાગ્રસ્ત સારવારમાં ટંકારા તાલુકાના ભૂતકોટડા ગામેથી યુવાને તેના મિત્ર સાથે બાઈક ઉપર ચોટીલા ખાતે પૂનમ ભરવા માટે થઈને જતો હતો ત્યારે વાંકાનેરના ચંદ્રપુર નજીક કાર ચાલકે તેના ડબલ સવારી બાઇકને હડફેટે લીધું હતું અને અકસ્માત કર્યો હતો જે બનાવમાં યુવાનને માથાના ભાગે હેમરેજ તથા શરીરે ઇજાઓ થઈ હતી અને તેની સાથે બેઠેલ વ્યક્તિને જડબાના ભાગે ફેક્ચર અને શરીરે ઇજાઓ થઈ હતી જેથી ઇજાગ્રસ્ત હાલતમાં બંને યુવાનોને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ યુવાને કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના ભૂતકોટડા ગામે રહેતા મનીષભાઈ સુરેશભાઈ બિલવાલ (20) એ કાર નંબર જીજે 36 એ એલ 0595 ના ચાલક સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે તે પોતાનું બાઈક નંબર એમપી 45 એમ ટી 10 22 લઈને ચોટીલા પૂનમ ભરવા માટે થઈને જઈ રહ્યા હતા અને ત્યારે વાંકાનેર ચોટીલા હાઇવે રોડ ઉપર આવેલ ચંદ્રપુર ગામના બ્રીજ ઉતરતા હતા તે સમયે પાછળથી આવી રહેલ કાર ચાલકે તેઓના ડબલ સવારી બાઇકને લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ફરિયાદીને માથાના ભાગે હેમરેજ તથા વાસના ભાગે ઇજાઓ થઈ હતી જ્યારે તેની સાથે બેઠેલા સાહેદ ઉમેશભાઈને મોઢાના જડબાના ભાગે ફેક્ચર તથા શરીરે ઇજાઓ થઈ હોવાથી બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કારચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Morbi Today