Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
વાંકાનેરમાં કંપનીના એકાઉન્ટન્ટે 56.59 લાખ રૂપિયા માતા-માસીના એકાઉન્ટમાં જમા કરાવીને કર્યો વિશ્વાસઘાત

વાંકાનેરમાં કંપનીના એકાઉન્ટન્ટે 56.59 લાખ રૂપિયા માતા-માસીના એકાઉન્ટમાં જમા કરાવીને કર્યો વિશ્વાસઘાત

Morbi Today 2 weeks ago

વાંકાનેરમાં કંપનીના એકાઉન્ટન્ટે 56.59 લાખ રૂપિયા માતા-માસીના એકાઉન્ટમાં જમા કરાવીને કર્યો વિશ્વાસઘાત

વાંકાનેરના જીનપરા જકાતના પાસે નેશનલ હાઈવે રોડ નજીક આવેલ જેનકો રીફેકટરી પ્રા.લિ. કંપનીમાં એકાઉન્ટ તરીકે કામ કરતા શખ્સે કંપનીના એકાઉન્ટમાંથી તેની માતા અને મસીના બેંક એકાઉન્ટમાં 56.59 લાખથી વધુની રકમ મેળવી હતી અને ત્યાર બાદથી તે એકાઉન્ટન્ટ ગુમ થઈ ગયેલ છે જેથી કરીને હાલમાં કંપનીના મેનેજરે એકાઉન્ટન્ટ સાથે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે વિશ્વાસઘાત ની ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી તાલુકાનાં કાલિકાનગર શેરી નં-1 રબારીવાસમાં સરકારી સ્કૂલની સામેના ભાગમાં રહેતા અને વાંકાનેર નજીક આવેલ જેનકો રીફેકટરી પ્રા. લિ. ફેક્ટરીમાં મેનેજર તરીકે કામ કરતાં હર્ષદભાઈ હેમંતરામ નિમાવત (33)એ હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જેનમ પરેશભાઈ શાહ રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ મીલ કોલોની બ્લોક નં. 87 વાંકાનેર તથા જુદાજુદા બેંકના એકાઉન્ટ ધારકો સામે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, આરોપી જેનમ જેનકો રીફેકટરી પ્રા.લિ.માં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતો હોય અને કંપનીના બેનિફિસરીમાં તેને પોતાના માસીના બેંક એકાઉન્ટ નંબર 3542142947 તથા માતાના બેંક એકાઉન્ટ નંબર 32105404985 ને એડ કરાવી દીધા હતા ત્યારબાદ સેન્ટ્રલ બેન્કમાં આવેલ માસીના એકાઉન્ટમાં 42,95,315 રૂપિયા અને એસબીઆઇ બેન્કમાં આવેલ માતાના એકાઉન્ટમાં 13,64,478 રૂપિયા આમ કુલ મળીને કંપનીના 56,59,793 રૂપિયા જુદાજુદા બેન્ક એકાઉન્ટમાં જમા કરાવીને આરોપીએ મેળવી લીધા છે અને કંપનીના માલિક સાથે વિશ્વાસઘાત કરેલ છે જેથી હાલમાં કંપનીના મેનેજરે નોંધાવેલ ફરિયાદી આધારે પોલીસે ગુનો નોંધીને ગુમા થઈ ગયેલા એકાઉન્ટન્ટ પકડવા માટે જુદીજુદી દિશામાં ચક્રોગતિમાન કરેલ છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Morbi Today