Dailyhunt
વાંકાનેરના ભલગામ પાસે મૃત હાલતમાં મળી આવેલ યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ

વાંકાનેરના ભલગામ પાસે મૃત હાલતમાં મળી આવેલ યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ

Morbi Today 1 week ago

વાંકાનેરના ભલગામ પાસે મૃત હાલતમાં મળી આવેલ યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ

વાંકાનેરના ભલગામ નવાપરા પાસે કારખાનાની દીવાલ પાસેથી બીમારી સબબ મૃત્યુ પામેલ હાલમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી તાલુકા પોલીસ દ્વારા મૃતક વ્યક્તિની ઓળખ મેળવવા માટે તેમજ તેના વાલી-વારસને શોધવા માટે કવાયત કરવામાં આવી રહી છે.

વાંકાનેરના ભલગામ નવાપરા પાસે એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે.

અને ગત તા. ૩/૪/૨૦૨૬ ના રોજ આશરે ૧૨:૦૫ વાગ્યાના આસપાસ ભલગામ નવાપરા ખાતે આવેલી હોટલ આઈ કૃપાની સામે, આદિત્ય લોખંડના કારખાનાની દીવાલ પાસેથી આશરે ૪૦ થી ૫૦ વર્ષની વયનો અજાણ્યો પુરુષ બીમારીના કારણે મૃત્યુ પામેલ હાલતમાં મળી આવ્યો હતો. હાલ આ મૃતદેહને ઓળખ માટે વાંકાનેર સરકારી હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજ ખાતે રાખવામાં આવ્યો છે. અને મૃતકે શરીરે બ્લુ, લાલ અને સફેદ કલરની ચોકડીવાળું આખી બાયનું ટી-શર્ટ તથા કાળા કલરનું નાઈટ પેન્ટ પહેરેલ છે.

વિશેષ ઓળખ તરીકે મૃતકના ડાબા હાથના બાવળા પર અંગ્રેજીમાં 'D.S' ત્રોફાવેલ (ટેટૂ) છે. આ વ્યક્તિ વિશે કોઈપણ માહિતી હોય અથવા તેમના વાલી-વારસ અંગે કોઈ જાણકારી મળે તો વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના એમ.એચ. વાસાણી મો. ૬૩૫૧૨ ૧૪૮૮૩ અથવા પોલીસ સ્ટેશનના ફોન નં. ૬૩૫૯૬ ૨૬૦૮૬ ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Morbi Today