Dailyhunt
બાબા સાહેબ ડો. ભીમરાવ આંબેડકરજી તેમજ મહાત્મા જ્યોતિબા ફૂલેજીની જન્મજયંતિ નિમિત્તે સંગીત સંધ્યા

બાબા સાહેબ ડો. ભીમરાવ આંબેડકરજી તેમજ મહાત્મા જ્યોતિબા ફૂલેજીની જન્મજયંતિ નિમિત્તે સંગીત સંધ્યા

MorbiNews.in 1 week ago

ભારત વર્ષના બે મહાન સમાજ સુધારકો અને યુગપુરૂષો એવા ડો. બાબા સાહેબ આંબેડકરજી અને મહાત્મા જ્યોતિબા ફુલેજીની જન્મજયંતિ નિમિત્તે સંવિધાન ચેરિટેબલ એન્ડ એજયુકેશન ટ્રસ્ટ- મોરબી દ્વારા 'યુગપુરૂષ વંદના' સંગીત સંધ્યા તેમજ મહાપુરૂષો ની જીવન સંઘર્ષ ગાથા નું આયોજન કરવા માં આવેલ છે

જેમા ગુજરાતના ખ્યાતનામ કલાકાર એવા પ્રદીપભાઈ સોલંકી- સુરત, બિંદીયાબેન સોલંકી- જૂનાગઢ, નીલયરાજભાઈ- કચ્છ તેમજ કમલેશભાઈ પુરબીયા અને સાજિંદા ગ્રૂપ પોતાનો સંગીતરસ પીરસશે..

તો આ સંગીત સંધ્યાનો વધુ માં વધુ લોકો લાભ લે અને અને આ આપણા મહાન યુગપુરૂષો ને સ્વરાંજલિ અર્પણ કરે એવું ભાવભીનું આમંત્રણ…

તારીખ: ૧૧/૪/૨૬(શનિવાર)

સમય: રાત્રે ૯:૩૦ કલાકે

સ્થળ: તથાગત બુદ્ધ કામયુનિટી હૉલ, ભળીયાદ કાંટે મોરબી ૨

-સંવિધાન ચેરિટેબલ એન્ડ એજયુકેશન ટ્રસ્ટ

મોરબી

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: morbinews new