જેતપર ગામે ખેડૂતો વીજ લાઈન વળતર મુદે લડત ચલાવી રહ્યા છે જોકે સરકાર મચક આપતી નથી ત્યારે ખેડૂતો પણ લડી લેવાના મક્કમ નિર્ધાર સાથે લડત આપી રહ્યા છે જેમાં આગામી વિધાનસભા ચુંટણીમાં ભાજપ નેતાઓએ મત માંગવા આવવું નહિ તેવા બેનરો લગાવવાની જેતપર ગામે શરૂઆત કર્યા બાદ બે દિવસમાં જીલ્લાના ૨૯ ગામોમાં બેનરો લાગી ચુક્યા છે
વીજલાઈનમાં ખેડૂતોની માંગણી મુજબ પરિપત્ર બનાવવામાં નહિ આવે તો આગામી વિધાનસભા ચુંટણીમાં ભાજપના ઉમેદવારોએ મત માંગવા આવવું નહિ તેવી શરૂઆત જેતપર ગામથી કરવામાં આવી હતી બાદમાં માત્ર બે દિવસમાં જેતપર, વાઘપર, જીકીયારી, વિશાલનગર, ખીરઈ, રોહીશાળા, શાપર, જસમતગઢ, રંગપર, બેલા, પીપળી, લક્ષ્મીનગર, નવા સાદુળકા, ભરતનગર, ધરમપુર, ટીંબડી, હરીપર, કેરાળા, ભક્તિનગર, કુંભારિયા, રવાપર (નદી) દાદાશ્રીનગર, રોટરી ગામ (અમરનગર) , કૃષ્ણનગર, ગુંગણ, ગાળા, પીલુડી, નવા દેવળિયા તેમજ જબલપુર ગામમાં પણ બેનરો લાગી ચૂકયા છે મોરબી જીલ્લાના મોરબી, માળિયા, ટંકારા અને હળવદ તાલુકાના કુલ ૨૯ ગામોમાં બેનરો લાગ્યા છે

