Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ભુજ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાએ સફાઈ કામદાર બહેનો સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરી

ભુજ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાએ સફાઈ કામદાર બહેનો સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરી

MorbiNews.in 1 week ago

ભુજ ખાતે રક્ષાબંધનના પવિત્ર અને પાવન પર્વ નિમિત્તે સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા સફાઈ કામદાર બહેનો સાથે આત્મીયતાપૂર્વક રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સફાઈ કામદાર બહેનોએ સાંસદને રાખડી બાંધીને ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને વિશ્વાસના પવિત્ર બંધનને ઉજાગર કર્યું હતું.

આ પ્રસંગે સાંસદ સફાઈ કામદાર બહેનો દ્વારા શહેરની સ્વચ્છતા અને જનસ્વાસ્થ્ય માટે કરવામાં આવતી નિષ્ઠાપૂર્વકની સેવાઓને બિરદાવી હતી.

તેમણે જણાવ્યું હતું કે, સ્વચ્છ અને સુંદર સમાજના નિર્માણમાં સફાઈ કર્મચારીઓનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ અને અમૂલ્ય છે. તેમના પરિશ્રમ અને સમર્પણને સમાજે હંમેશા સન્માન આપવું જોઈએ.

રક્ષાબંધનના આ પવિત્ર દિવસે સફાઈ કામદાર બહેનો સાથે ઉજવણી કરીને સાંસદએ તેમના પ્રત્યે સન્માન, લાગણી અને ભાઈચારા વ્યક્ત કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું હતું. સફાઇ કામદાર બહેનોએ રાખડી બાંધી આશીર્વાદ આપ્યા હતા. સાંસદ વિનોદભાઇ તરફથી દરેક બહેનોને શુભેચ્છા રૂપે સાડી અને શુભેચ્છા અર્પણ કરી હતી.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: morbinews new