Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
હળવદ ઔદીચ્ય બ્રહ્મસમાજને મળ્યું યુવા નેતૃત્વ; મિહિર રાવલ ઉપપ્રમુખ બનતા સંગઠનમાં નવી ઊર્જાનો સંચાર

હળવદ ઔદીચ્ય બ્રહ્મસમાજને મળ્યું યુવા નેતૃત્વ; મિહિર રાવલ ઉપપ્રમુખ બનતા સંગઠનમાં નવી ઊર્જાનો સંચાર

MorbiNews.in 2 weeks ago

ળવદ ઔદીચ્ય બ્રહ્મસમાજને વધુ સંગઠિત અને મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે યુવા બિલ્ડર તથા પરશુરામ યુવક મંડળના સક્રિય કાર્યકર મિહિર દીપકભાઈ રાવલની સમાજના ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. યુવા, નિડર, કાર્યકુશળ અને સમાજસેવામાં સતત સક્રિય રહેલા મિહિર રાવલને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપાતા બ્રહ્મસમાજમાં આનંદ અને ઉત્સાહની લાગણી વ્યાપી ગઈ છે.

નાની વયે બિલ્ડર ક્ષેત્રમાં આગવી ઓળખ ઉભી કરનાર મિહિર રાવલ શિવાય સિટીના ઓર્ગેનાઇઝર તરીકે પણ કાર્યરત છે. સામાજિક અને સંગઠનાત્મક પ્રવૃત્તિઓમાં તેઓ સતત સક્રિય રહ્યા છે. ખાસ કરીને પરશુરામ યુવક મંડળ મારફતે સમાજહિતના વિવિધ કાર્યોમાં તેમની નોંધપાત્ર ભૂમિકા રહી છે. નવનિયુક્ત ઉપપ્રમુખ મિહિર રાવલે જણાવ્યું હતું કે, સમાજના દરેક વર્ગને સાથે લઈને ઔદીચ્ય બ્રહ્મસમાજને વધુ એકજૂટ, સંગઠિત અને પ્રગતિશીલ બનાવવાના પ્રયાસો કરવામાં આવશે. યુવાનોને વધુ જોડીને સમાજને નવી દિશા અને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવા માટે સતત કાર્ય કરવામાં આવશે.

મિહિર રાવલની વરણીને સમાજમાં નવી ઊર્જા અને ઉત્સાહનો સંચાર થયો છે. બ્રહ્મસમાજના આગેવાનો, સામાજિક-રાજકીય ક્ષેત્રના આગેવાનો તેમજ વિવિધ વર્ગના લોકોએ તેમને શુભેચ્છાઓ પાઠવી સફળ કાર્યકાળ માટે શુભકામનાઓ વ્યક્ત કરી છે.

મયુર રાવલ હળવદ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: morbinews new