હળવદ તાલુકાના ભલગામડા ગામમાં અજાણ્યા ચોર ઇસમેં ઘરમાં પ્રવેશ કરી ઘરમાંથી સોના અને ચાંદીના દાગીના અને રોકડ રકમ સહીત કુલ રૂ ૨.૫૦ લાખની મત્તા ચોરી કરી ગયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
હળવદના ભલગામડા ગામે રહેતા સિંધાભાઈ દેવજીભાઈ દેત્રોજા (ઉ.વ.૬૫) વાળાએ અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે અજાણ્યા ચોર ઇસમેં રાત્રીના સમયે ઘરમાં પ્રવેશ કરી તિજોરીનો દરવાજો ખોલી તિજોરીમાં રાખેલ દાગીના જેમાં સોનાનો હાર ૧ નંગ, લોકેટ ૧ નંગ, ઓમ ૩ નંગ, વીંટી ૧ નંગ વજન આશરે ચાર તોલા કીમત રૂ ૧,૨૦,૦૦૦ તેમજ ચાંદીના દાગીના જેમાં પગના ઝાંઝર એક જોડી, સાંકળા એક જોડી, કેદમાં પહેરવાનો જુદો કંદોરો ૧ નંગ અને બાળકોના પગમાં પહેરવાના સાંકળા ૭ નંગ જેનું વજન આશરે ૫૦૦ ગ્રામ કીમત રૂ ૫૦,૦૦૦ અને રોકડ રૂ ૮૦,૦૦૦ સહીત કુલ રૂ ૨.૫૦ લાખની મત્તા ચોરી કરી ગયો છે હળવદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

