હળવદ તાલુકાના ચરાડવા ગામમાં આવેલ ટ્રાવેલ્સ ઓફિસમાં જુગાર રમતા ત્રણ ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૬૧,૦૦૦ જપ્ત કરી છે
મોરબી એલસીબી ટીમ હળવદ પંથકમાં પેટ્રોલિંગમાં હોય દરમિયાન ચરાડવા ગામ બસ સ્ટેન્ડ પાસે આરોપી વિજય છગનભાઈ પટેલ પોતાની ઓફિસમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતા હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી ટ્રાવેલ્સ ઓફિસમાં જુગાર રમતા વિજયભાઈ છગનભાઈ માકાસણા, રફીક હારૂન મોવર અને દિલીપ અરવિંદ સોનગ્રા એમ ત્રણને ઝડપી લઈને રોકડ રૂ ૬૧,૦૦૦ જપ્ત કરી છે

