Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
હળવદના કવાડિયા નજીક પગ લપસતા માથું પથ્થર સાથે અથડાતા વૃદ્ધનું મોત

હળવદના કવાડિયા નજીક પગ લપસતા માથું પથ્થર સાથે અથડાતા વૃદ્ધનું મોત

MorbiNews.in 1 week ago

વાડિયા ગામની સીમમાં ૬૦ વર્ષીય વૃદ્ધ ચાલીને વાડીએ જતા હતા ત્યારે પગ લપસી જતા માથું પથ્થર સાથે અથડાતા માથામાં ગંભીર ઈજા પહોંચતા વૃદ્ધનું મોત થયું હતું

મૂળ છોટા ઉદેપુરના વતની હાલ ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામની સીમમાં રહેતા શંકરભાઈ ગુલજીયાભાઈ ધાણેક (ઉ.વ.૬૦) નામના વૃદ્ધ પુત્રએ કવાડિયા ગામની સીમમાં મજુરી પેટે રાખેલ વાડીએ ચાલીને જતા હતા ત્યારે કવાડિયા ગામની સીમમાં ચાલતા ચાલતા પગ લપસી જતા પડી જતા પથ્થર સાથે માથું અથડાતા ડાબા કાને, કાન પાછળ માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું હળવદ પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: morbinews new