કચ્છ મોરબી નેશનલ હાઈવે પર હરીપર ગામના પાટિયા નજીક ટ્રેલર ચાલકે આગળ જતી કારને ઠોકર મારી હતી ટ્રેલરે પાછળથી ઠોકર મારતા કારના ચાલક વકીલને કરોડરજ્જુના ભાગે મુંઢ ઈજા પહોંચી હતી માળિયા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
કચ્છના અંજારના રહેવાસી નટુભા વેલુભા રાઠોડ (ઉ.વ.૬૫) વાળાએ ટ્રેઇલર આરજે ૦૭ જીઈ ૪૮૧૭ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા.
૦૭ ના રોજ બપોરના સાડા ત્રણેક વાગ્યે ફરિયાદી પોતાની બલેનો કાર જીજે ૧૨ એફબી ૬૨૫૯ લઈને કચ્છ મોરબી નેશનલ હાઈવે પરથી જતા હતા ત્યારે હરીપર ગામના પાટિયા આગળ પાછળથી આવતા ટ્રેઇલર ચાલકે કારને પાછળથી ઠોકર મારી હતી જે અકસ્માતમાં ફરિયાદી નટુભા રાઠોડને કરોડરજુના ભાગે સામાન્ય મુંઢ ઈજા પહોંચી હતી માળિયા પોલીસે ટ્રેઇલર ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

