Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
મોરબી ખાતે ભાજપનો બે દિવસીય 'પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગ' સંપન્ન: વિવિધ સાત સત્રોમાં કાર્યકર્તાઓને અપાયુ સઘન માર્ગદર્શન

મોરબી ખાતે ભાજપનો બે દિવસીય 'પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગ' સંપન્ન: વિવિધ સાત સત્રોમાં કાર્યકર્તાઓને અપાયુ સઘન માર્ગદર્શન

MorbiNews.in 1 week ago

મંત્રી કાંતિભાઈ અમૃતિયા, જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા

પ્રભારી ગજેન્દ્રભાઇ સક્સેના સહિતના અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિ

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની સૂચના અનુસાર, મોરબી જિલ્લા ભાજપ દ્વારા મોરબી શહેર અને માળિયા તાલુકા મંડળના સંયુક્ત ઉપક્રમે બે દિવસીય 'પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગ મહા અભિયાન ૨૦૨૬' નું ભવ્ય આયોજન ઓમ શાંતિ વિદ્યા સંકુલ, મોરબી ખાતે કરવામાં આવ્યું હતું.

૪ અને ૫ જુલાઈ દરમિયાન યોજાયેલા આ પ્રશિક્ષણ વર્ગમાં ભાજપના પાયાના સિદ્ધાંતોથી લઈને આધુનિક ટેકનોલોજી સુધીના વિવિધ વિષયો પર વક્તાઓએ કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

બે દિવસીય પ્રશિક્ષણ વર્ગના વિવિધ સત્રોની રૂપરેખા:

* પ્રથમ દિવસ (૪ જુલાઈ):

* પ્રથમ સત્ર ('વૈચારિક અધિષ્ઠાન'): મોરબી જિલ્લા ભાજપના પ્રભારી ગજેન્દ્રભાઇ સક્સેનાજીએ દીપ પ્રાગટ્ય કરી પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ કરાવ્યો હતો અને પક્ષની વિચારધારા પર વિસ્તૃત વક્તવ્ય આપ્યું હતું.

* દ્વિતીય સત્ર ('ભાજપનો ઇતિહાસ'): નિકુંજભાઈ કોટક દ્વારા ભારતીય જનતા પાર્ટીના ભવ્ય ઇતિહાસ અને વિકાસયાત્રાની માહિતી આપવામાં આવી હતી.

* તૃતીય સત્ર ('આપણી કાર્યપદ્ધતિ તથા કાર્યકર્તા સંભાળ'): અજયભાઇ કોટક દ્વારા પક્ષની કાર્યપદ્ધતિ અને સંગઠનમાં કાર્યકર્તાઓના મહત્વ વિશે સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

* બીજો દિવસ (૫ જુલાઈ):

* ચોથું સત્ર ('કાર્ય વિસ્તારની આપણી દ્રષ્ટિ'): કિરીટભાઈ અંદરપાએ પક્ષના કાર્યક્ષેત્રને વિસ્તારવા અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી.

* પાંચમું સત્ર ('સોશિયલ મીડિયા અને ટેકનોલોજી'): ડિજિટલ યુગને અનુરૂપ અનીલભાઇ જેઠલોજાએ સોશિયલ મીડિયા, AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ), નમો એપ અને સરલ એપના ઉપયોગ અંગે વિશેષ માર્ગદર્શન આપ્યું હતું.

* છઠ્ઠું સત્ર ('બૂથ પ્રબંધન'): ચૂંટણીલક્ષી સંગઠનને મજબૂત કરવાના હેતુથી પ્રદીપભાઇ વાળાએ બૂથ મેનેજમેન્ટ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી.

* સાતમું સત્ર ('સરકારની ઉપલબ્ધિઓ'): અંતિમ સત્રમાં દિનેશભાઈ વાધરીયાએ કેન્દ્ર અને રાજ્ય સરકારની લોકાભિમુખ યોજનાઓ અને તેની ઐતિહાસિક ઉપલબ્ધિઓ વિશે ખાસ માહિતી આપી હતી.

ખાસ આકર્ષણ: કટોકટી આધારિત પ્રદર્શની

આ પ્રશિક્ષણ શિબિરમાં દેશના ઇતિહાસના કાળા પ્રકરણ સમાન, કોંગ્રેસ સરકારના શાસનકાળ દરમિયાન લાદવામાં આવેલી ‘કટોકટી’ (એમરજન્સી)ના સંસ્મરણો અને અત્યાચારોની યાદ અપાવતી એક વિશેષ પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે કાર્યકર્તાઓ માટે આકર્ષણ અને પ્રેરણાનું કેન્દ્ર બની હતી.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: morbinews new