Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
મોરબી તાલુકામાં અપમૃત્યુના ત્રણ બનાવો, તળાવના પાણીમાં ડૂબી જતા માસૂમનું મોત

મોરબી તાલુકામાં અપમૃત્યુના ત્રણ બનાવો, તળાવના પાણીમાં ડૂબી જતા માસૂમનું મોત

MorbiNews.in 1 week ago

મોરબી શહેર અને તાલુકામાં આપઘાત તેમજ અપમૃત્યુના બનાવોમાં ત્રણના મોત થયા હતા જેમાં ચાર વર્ષનું બાળક રમતા રમતા તળાવના પાણીમાં ડૂબી જતા મોત થયું હતું

પ્રથમ બનાવમાં મોરબી તાલુકાના જીવાપર ગામે રહેતા ગોપાલ બળદેવભાઈ હમીરપરા (ઉ.વ.૦૪) નામના બાળક મકાન સામે રમતા રમતા તળાવના પાણીમાં ડૂબી જતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવ મામલે તપાસ ચલાવી છે

બીજા બનાવમાં મોરબીના ઉમા ટાઉનશીપ પાસે ભાગ્યલક્ષ્‍મી સોસાયટીમાં રહેતા અમૃતસિંહ દાનુભા જાડેજા (ઉ.વ.૩૪) નામના યુવાને પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું

ત્રીજા બનાવમાં મોરબીના વિસીપરા ફૂલછાબ કોલોનીમાં રહેતા મકવાણીયા ઉસ્માનભાઈ વલીભાઈ (ઉ.વ.૪૪) નામના આધેડ પોતાના ઘરે બાથરૂમ બહાર બેભાન હાલતમાં મળી આવ્યા હતા અને હોસ્પિટલ લઇ જતા ડોકટરે મૃત જાહેર કર્યા હતા મોરબી તાલુકા અને બી ડીવીઝન પોલીસે ત્રણેય બનાવો મામલે તપાસ ચલાવી છે

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: morbinews new