Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
મોરબીમાં અગાઉની બોલાચાલીનો ખાર રાખી પિતા-પુત્રએ યુવાનને પટ્ટા વડે માર માર્યો

મોરબીમાં અગાઉની બોલાચાલીનો ખાર રાખી પિતા-પુત્રએ યુવાનને પટ્ટા વડે માર માર્યો

MorbiNews.in 1 week ago

મોરબીમાં અગાઉ થયેલ બોલાચાલી અને ઝઘડા બાદ યુવાન આરોપીને બોલાવતો ના હતો અને આરોપી જાહેરમાં ગાળો બોલતા ગાળો બોલવાની ના કહેતા પિતા-પુત્રએ યુવાનને ગાડીના પટ્ટા ટાઈટ કરવાના બકલ વડે માર મારી ઈજા કરી ઈંટના કટકા વડે માથામાં ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી

મોરબીના વેજીટેબલ રોડ પર ભાગ્યલક્ષ્‍મી સોસાયટીમાં રહેતા જગદીશભાઈ ધીરૂભાઈ રેણુકા (ઉ.વ.૨૫) નામના યુવાને આરોપીઓ દિલીપ બાવાજી અને રાજુ દિલીપ બાવાજી રહે બંને ભાગ્યલક્ષ્‍મી સોસાયટી મોરબી ૨ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી અને આરોપી દિલીપ બાવાજીને અગાઉ બોલાચાલી ઝઘડો થયો હતો જેથી તેને બોલાવતો ના હતો અને આરોપી દિલીપ આ બાબતનો ખાર રાખી જાહેરમાં ગાળો બોલતો હતો જેથી ગાળો બોલવાની ના કહેતા આરોપી દિલીપ અને રાજુ દિલીપ બાવાજી બંને ગાડીના પટ્ટા ટાઈટ કરવાના બકલ વડે જગદીશને પગમાં ઢીંચણ, હાથમાં કોણી અને મોઢાના હોઠના ભાગે મારી ઈજા કરી આરોપી રાજુએ ઈંટના કટકા વડે માથામાં ઈજા કરી હતી અને બંને ઇસમોએ યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: morbinews new