Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
મોરબીમાં પારિવારિક ખારમાં યુવકને ટક્કર મારી હેલ્મેટ વડે હુમલો

મોરબીમાં પારિવારિક ખારમાં યુવકને ટક્કર મારી હેલ્મેટ વડે હુમલો

MorbiNews.in 1 week ago

મોરબીના વીશીપરા વિસ્તારમાં કૌટુંબિક અણબનાવની અદાવત રાખીને એક યુવક પર હુમલો હતો. મોટરસાયકલ લઈને જઈ રહેલા યુવકને પાછળથી સ્કૂટી અથડાવી, ગાળો ભાંડી તેમજ હેલ્મેટ વડે માથામાં ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

મોરબીના વીશીપરાની મદીના સોસાયટીમાં રહેતા અને મસ્જિદમાં નમાજ પઢાવવાનું કામ કરતા ૨૭ વર્ષીય મહેબુબભાઇ ઇકબાલભાઇ ભટ્ટીએ શાહરુખ જુસબભાઇ સંધવાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ અનુસાર, ફરિયાદીના મોટાબાપુના દીકરા અનિશની પત્ની છેલ્લા સાતેક મહિનાથી રિસામણે હોય, જે આ કામના આરોપી શાહરુખની બહેન થાય છે. આ બાબતનો ખાર રાખીને જ્યારે ફરિયાદી વીશીપરા મેઇન રોડ પર શિવશક્તિ મેડિકલ સામેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે આરોપી શાહરુખે પોતાની સ્કૂટી પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ફરિયાદીનાં મોટરસાયકલ પાછળ ભટકાડી દીધી હતી. અકસ્માત બાદ ફરિયાદીએ સ્કૂટી ધીમે ચલાવવાનું કહેતા જ આરોપી એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને બિભત્સ ગાળો આપી પોતાના હાથમાં રહેલા હેલ્મેટ વડે ફરિયાદીના માથાના ભાગે બે-ત્રણ ઘા મારીને સામાન્ય ઈજાઓ પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યો હતો.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: morbinews new