Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
મોરબીના લીલાપર રોડ પર રોડ ક્રોસ કરતા ૭ વર્ષના માસૂમનું કારની ઠોકરે મોત

મોરબીના લીલાપર રોડ પર રોડ ક્રોસ કરતા ૭ વર્ષના માસૂમનું કારની ઠોકરે મોત

MorbiNews.in 1 week ago

લીલાપર રોડ પર રોડ ક્રોસ કરતા સાત વર્ષના બાળકને પુરપાટ જતા કારના ચાલકને ઠોકર મારી હતી જે અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્ત બાળકનું મોત થયું હતું પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

મૂળ મધ્યપ્રદેશના વતની હાલ મોરબીના નવાગામ રોડ સોમનાથ પેપરમિલ લેબર કોલોનીમાં રહીને મજુરી કરતા તોફાનભાઈ ધૂમસિંહ ભુરીયા (ઉ.વ.૩૧) વાળાએ કાર જીજે ૩૬ એએલ ૬૧૨૨ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી તા.

૨૭ ના રોજ બપોરે સોમનાથ પેપરમિલમાં કામ કરતો હતો અને સાંજે સાતેક વાગ્યે ફરિયાદીના સાળા દિનેશભાઈ ગમાર જે કંપનીમાં કામ કરતો હોય તે બજારમાં દુકાને જતો હોવાથી દીકરો અલ્પેશ પણ સાથે દુકાને જવા બહાર ગયો હતો અને પંદરેક મિનીટમાં સાળાનો ફોન આવ્યો કે અલ્પેશનું એક્સીડન્ટ થયું છે જેથી ગાડીમાં દીકરા અલ્પેશને ખાનગી હોસ્પિટલ લઇ ગયા હતા જ્યાં ફરજ પરના ડોકટરે જોઈ તપાસીને મરણ ગયેલ જાહેર કર્યો હતો

આમ ફરિયાદીના દીકરા અલ્પેશ (ઉ.વ.૭) વાળા સાળા સાથે દુકાને ગયો હતો અને સાંજે સવા સાતેક વાગ્યે નવાગામ લીલાપર રોડ પર આજવીટો કંપની સામે રોડ ક્રોસ કરતી વખતે કાર જીજે ૩૬ એએલ ૬૧૨૨ ના ચાલકે પુરઝડપે કાર ચલાવી અલ્પેશને હડફેટે લઈને ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવ્યું હતું મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: morbinews new