પવિત્ર અને પુણ્યશાળી શ્રાવણ માસના બોળ ચોથના પાવન દિવસે, તા. 31-08-2026, સોમવારના રોજ વિશ્વકર્મા સોસાયટીના ગ્રાઉન્ડ ખાતે સવારે 8:00 કલાકે પવિત્ર ગૌ-પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.અહીંયા વિશ્વેશ્વર મહાદેવ નું પણ ભવ્ય મંદિર છે.
આ પાવન પ્રસંગે તરુણા મહારાજશ્રી તથા ગૌ માતાની પવિત્ર હાજરીમાં ગૌ-પૂજન કરવામાં આવશે. હિંદુ સંસ્કૃતિમાં ગૌ માતાને પવિત્રતા, સમૃદ્ધિ અને સેવાનું પ્રતિક માનવામાં આવે છે.
શ્રાવણ માસના આ શુભ અવસરે ગૌ માતાનું પૂજન અને વંદન કરવું એ એક પવિત્ર સેવા તથા પુણ્યનું કાર્ય છે.
આથી વિશ્વકર્મા સોસાયટી અને આજુ બાજુ ના બહેનો ને સર્વે બહેનોને હાર્દિક વિનંતી છે કે તેઓ આ પવિત્ર અવસરે ઉપસ્થિત રહી ગૌ માતાના પૂજનનો લાભ લઈ ધન્યતા પ્રાપ્ત કરે તથા આ ધાર્મિક અને સેવાભાવી આયોજનને પોતાની ઉપસ્થિતિથી શોભાવે.ત્યાર બાદ ઢોલે પણ રમશું. ગૌ પૂજન કાર્યક્રમમાં બહેનોએ પધારવા પ્રમુખ એ કે ઠોરીયાની યાદીમાં જણાવ્યું છે

