Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
સનાતન સંસ્કૃતિ અને સાધો-સંતોના અપમાન મુદે મોરબીમાં ઉગ્ર વિરોધ, વિપક્ષ નેતાઓ વિરુદ્ધ કાર્યવાહીની માંગ

સનાતન સંસ્કૃતિ અને સાધો-સંતોના અપમાન મુદે મોરબીમાં ઉગ્ર વિરોધ, વિપક્ષ નેતાઓ વિરુદ્ધ કાર્યવાહીની માંગ

MorbiNews.in 2 weeks ago

સંસાસ પરિસરમાં સાંસદો અને કોંગ્રેસ અધ્યક્ષ સહિતનાઓએ ષડ્યંત્રના ભાગરૂપે સનાતન ધર્મનું અપમાન કરી મજાક ઉડાવી હતી જેનો મોરબી સંત સમાજ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવી આવા નેતાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે

સનાતન સંત સમાજ દ્વારા આજે મોરબી જીલ્લા કલેકટરને આવેદન પાઠવી જણાવ્યું છે કે ૩૧ જુલાઈના રોજ સંસદ પરિસરમાં સાંસદ પપ્પુ યાદવ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સાંસદ રાહુલ ગાંધી, અયોધ્યાના સાંસદ અવધેશ પ્રસાદ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને તેના સમર્થકો દ્વારા એક આયોજિત ષડ્યંત્રના ભાગરૂપે જે કૃત્ય કરવામાં આવ્યું છે તેનાથી દેશના સનાતન સંત સમાજમાં અને શ્રદ્ધાળુઓમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે ભગવા વેશ અને સંસ્કૃતિનું અપમાન કરવામાં આવ્યું હતું રાજકીય રોટલા શેકવા માટે સંતોનો છદ્મવેશ ધારણ કરી, ભગવા વસ્ત્રો અને પવિત્ર સાધુ સંત સમાજની છબીને ધૂળધાણી કરવાનો હીન પ્રયાસ કરવામાં આવ્યો છે

પ્રદર્શન દરમિયાન હાથમાં લીધેલા પૂજનીય ભગવાનના ચિત્ર અને તસ્વીરોને પોતાના પગ પાસે રાખીને ઈશ્વરનું ઘોર અપમાન કરવામાં આવ્યું છે જે દ્રશ્યો પ્રસારિત થતા કરોડો સનાતાનીઓની ધાર્મિક ભાવનાઓ દુભાઈ છે અને કરોડો શ્રદ્ધાળુઓના મનમાં સંતો-મહંતો, આશ્રમ વ્યવસ્થા અને અર્ચક સમાજ પ્રત્યે અશ્રદ્ધા ઉભી કરવાનું કાવતરું રચવામાં આવ્યું છે તેમજ અયોધ્યા શ્રી રામ જન્મભૂમી મંદિર સંબંધિત વિષય પર માનનીય સર્વોચ્ચ અદાલતની દેખરેખ હેઠળ ચાલતી ઉચ્ચ સ્તરીય SIT તપાસને ભાત્કાવવા અને પ્રભાવિત કરવા માટે સંસદમાં નાટક રચવામાં આવ્યું હતું

જેથી સનાતન ધર્મ, ભગવા વસ્ત્રો અને ભગવાનનું અપમાન કરી આયોજનબદ્ધ ગુનો કરવા બદલ તમામ નેતાઓ સામે ગંભીર કલમો હેઠળ FIR નોંધીને કઠોર કાર્યવાહી કરવામાં આવે અને મહામહિમ રાષ્ટ્રપતિ પોતાના વિશેષાધિકારનો ઉપયોગ કરીને સનાતન સંસ્કૃતિનું અનાદર કરનાર ચારેય સાંસદોનું સભ્યપદ તાત્કાલિક અસરથી રદ કરે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સંત સમાજ અને આશ્રમ વ્યવસ્થાને થયેલા આર્થિક નુકશાનની ભરપાઈ દોષિતો પાસેથી કરાવવામાં આવે

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: morbinews new