ટંકારા-લતીપર રોડ પર ઇન્દ્રપ્રસ્થ ૧ સોસાયટીના મકાનમાં જુગારધામ પર રેડ કરી પોલીસે છ ઇસમોને ઝડપી લઈને રોકડ રૂ ૯૨,૫૦૦ અને અન્ય મુદામાલ સહીત ૧.૫૨ લાખનો મુદામાલ કબ્જે લીધો છે
ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ટંકારા ઇન્દ્રપ્રસ્થ ૧ જબલપુર પાટિયા સામે રહેતો નીરજ પ્રવીણભાઈ કૂકડીયા બહારથી માણસો બોલાવી જુગાર રમવાના સાધનો પુરા પાડી જુગાર અખાડો ચલાવતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જુગાર રમતા નીરજ પ્રવીણભાઈ કૂકડીયા, નવઘણ હીરાભાઈ ઝાપડા, આશિષ રમેશભાઈ રાઠોડ, સાગર જયંતીભાઈ રૂપાલા, કેવલ નરશીભાઈ કલોલા અને પ્રવીણ પરષોતમ કાવર એમ છને ઝડપી લઈને રોકડ રૂ ૯૨,૫૦૦ તેમજ ૬ મોબાઈલ ફોન કીમત રૂ ૬૦,૦૦૦ સહીત કુલ રૂ ૧,૫૨,૫૦૦ નો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

