Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ટીકર નજીક ઘૂડખર અભયારણ્યમાં રેતી ચોરીનો પ્રયાસ ઝડપાયો

ટીકર નજીક ઘૂડખર અભયારણ્યમાં રેતી ચોરીનો પ્રયાસ ઝડપાયો

MorbiNews.in 2 weeks ago

ળવદ: હળવદ ઘૂડખર અભયારણ્ય વિસ્તારમાં રેતી ચોરીની પ્રવૃત્તિઓ સામે વન વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. હળવદ આર એફ ઓ બી એમ ડાભી એ તા. ૨૫ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ ટીકર નજીક નદી કિનારે રેતી ચોરીના પ્રયાસની બાતમી મળતાં હળવદ ઘૂડખર અભયારણ્ય રેન્જની ટીમે સ્થળ પર રેડ કરી હતી.

પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે વન વિભાગની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરતાં સ્થળ પરથી રેતી ભરેલું એક ટ્રેક્ટર તથા રેતી ભરવા માટે ઉપયોગમાં લેવાતું એક લોડર ઝડપી પાડ્યું હતું.

બંને વાહનોને સ્થળ પર જ અટકાયત કરી સરકારી કબજામાં લેવામાં આવ્યા હતા.

બે મહિનામાં ૧૯ વાહનો કબજે

ઉલ્લેખનીય છે કે હળવદ ઘૂડખર અભયારણ્ય વિસ્તારમાં રેતી ચોરી તેમજ ગેરકાયદેસર લાકડા ચોરીની પ્રવૃત્તિઓને ડામવા વન વિભાગ દ્વારા છેલ્લા કેટલાક સમયથી સઘન પેટ્રોલિંગ અને કાર્યવાહી કરવામાં આવી રહી છે. છેલ્લા બે મહિનામાં વિવિધ કાર્યવાહીમાં કુલ ૧૯ વાહનો સરકાર હસ્તક કરવામાં આવ્યા છે.

કબજે કરાયેલા વાહનોમાં ૧૦ ટ્રેક્ટર, ૩ ડમ્પર, ૧ હિટાચી મશીન, ૧ જે.સી.બી. મશીન, ૧ લોડર, ૧ આઇશર ટ્રક, ૧ બોલેરો કેમ્પર અને ૧ મોટરસાઇકલનો સમાવેશ થાય છે.

વન વિભાગની આ સતત કાર્યવાહીથી ઘૂડખર અભયારણ્ય વિસ્તારમાં ગેરકાયદેસર રેતી અને લાકડાની ચોરી કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે. આગામી દિવસોમાં પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી યથાવત્ રાખવામાં આવશે તેમ જાણવા મળે છે.

મયુર રાવલ હળવદ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: morbinews new