Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
વાંકાનેરના સરતાનપર ગામની સીમમાં બાઈક ચલાવવા બાબતે મારામારી, છ વિરુદ્ધ ફરિયાદ

વાંકાનેરના સરતાનપર ગામની સીમમાં બાઈક ચલાવવા બાબતે મારામારી, છ વિરુદ્ધ ફરિયાદ

MorbiNews.in 2 weeks ago

રતાનપર ગામની સીમમાં બાઈક ચલાવવા બાબતે બોલાચાલી કરી છ ઇસમોએ લાકડી વડે માર મારી યુવાન અને તેના પિતાને ઈજા કરી બાદમાં ફોન કરી ગાળો આપી લાકડી વડે માર મારી ઈજા કરી હતી

મૂળ ઉત્તરપ્રદેશના વતની હાલ વાંકાનેર તાલુકાના સરતાનપર ગામની સીમમાં મોટો સલીમ સિરામિકમાં રહીને કામ કરતા અભિષેક હુકમસિંગ રાજપૂત (ઉ.વ.૨૨) નામના યુવાને આરોપીઓ વિજય રઘુભાઈ ગોરાલીયા રહે ભીમગુડા, મુકેશ સુરેશ મગવાનીયા, વિષ્ણુ જુગા મગવાનીયા, મનહર સુરેશ મગવાનીયા અને જુગા વરસિંગ મગવાનીયા રહે પાંચેય રાતાવીરડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે સરતાનપર ગામની સીમમાં બાઈક ચલાવવા બાબતે બોલાચાલી કરી ગાળો આપી લાકડીઓથી માર મારી આરોપીઓ વિજય, મુકેશ અને વિષ્ણુએ ડાબી આંખ ઉપર કપાળને ભાગે તેમજ પિતા હુકમસિંગને માથામાં ઈજા કરી હતી બાદમાં અન્ય તન ઇસમોએ ફોન કરી બોલાવી તમામ આરોપીઓએ ગાળો આપી લાકડી વડે માર મારી શરીરે નાની મોટી ઈજા કરી હતી વાંકાનેર તાલુકા પોલીસે મારામારીની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: morbinews new