Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
વિશ્વ પર્યાવરણ દિવસે "સેલ્ફી માટે નહિ સેલ્ફ માટે એકાદ વૃક્ષ જરૂર ઉછેરીએ : પર્યાવરણ બચાવવા અંગે વકતૃત્વ સ્પર્ધા

વિશ્વ પર્યાવરણ દિવસે "સેલ્ફી માટે નહિ સેલ્ફ માટે એકાદ વૃક્ષ જરૂર ઉછેરીએ : પર્યાવરણ બચાવવા અંગે વકતૃત્વ સ્પર્ધા

MorbiNews.in 1 week ago

5- જુન ” વિશ્વ પર્યાવરણ દિવસ” નાં અનુસંધાને “સેલ્ફી માટે નહિ સેલ્ફ માટે એકાદ વૃક્ષ જરુર ઉછેરીએ” “આ સ્પર્ધા નથી આપણાં સૌની આજ ની જરૂરિયાત છે” નાં અનુસંધાને પર્યાવરણ બચાવવા અંગે વક્તૃત્વ સ્પર્ધા માં ભાગ લેવા આમંત્રણ પાઠવ્યું છે સમગ્ર વિશ્વ નાં દરેક વ્યકિત માં પર્યાવરણ પ્રત્યે જાગૃતતા વધે પર્યાવરણ સુરક્ષા કાર્ય માં સહભાગી બને એજ મુખ્ય હેતુ છે

“ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલૉજી(ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર) ગાંધીનગર” પ્રેરિત “આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર , ધી વી.સી. ટેક. હાઈસ્કૂલ રૂમ નં.202,203 મોરબી ખાતે કાર્યરત છે. તા. ૫મી જૂને “”વિશ્વ પર્યાવરણ દિન”ની ઊજવણી થી લોકો માં પર્યાવરણ પ્રત્યે જાગૃતતા વધે અને પર્યાવરણ સુરક્ષા કાર્ય માં સહભાગી બને એ મુખ્ય હેતુ છે. વિશ્વમાં પ્રકૃતિના સંરક્ષણનો પ્રારંભ સર્વપ્રથમ ત્રીજી સદીમાં સમ્રાટ અશોકે કર્યો હતો. પ્રકૃતિના મહત્વને સ્વીકારતાં – વન્ય જીવ જંતુઓના શિકાર પર અંકુશ અને તેના રક્ષણ માટે નાં નિયમો પણ એના સમય માં બન્યા. જે આજે શિલાલેખમાં જોવા મળે છે.

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સંકલ્પ કરીએ કે “હું મારાં ઘર પરિવાર નાં જન્મ દિવસ કે અન્ય દિવસ ને યાદગાર બનાવવા માટે ઘર ઓફીસ કે આસપાસ ખુલ્લી જગ્યા એ વૃક્ષારોપણ કરી તેને જરૂર ઉછેરીશ.”

સ્પર્ધકો એ કેટેગરી મુજબ આપેલ વક્તૃત્વ નાં વિષય પર મારાં વિચારો મારાં મતે નો વિડિઓ બનાવી મોકલી આપો.

  • કેટેગરી:-1 ધો:- KG, 1, 2, 3, 4 માટે..
  • કે:-1 વિષય :- પર્યાવરણ બચાવવા તમે શું શું ઉપાય કરશો ?.
  • કે:-2 ધો:- 5, 6, 7, 8 માટે..
  • કે:-2 વિષય:- પર્યાવરણ બચાવવા આપ શું શું પ્રયાસ કરશો?
  • કે:-3 ધો:-9, 10, 11, 12 માટે..
  • કે:-3 વિષય:- પર્યાવરણ ને પ્રદુષણ મુક્ત કરવા આપ શું શું ઉપાય કરશો ?
  • કે :-4 કોલેજ સ્ટુડન્ટ, શિક્ષકશ્રીઓ, તજજ્ઞો, વાલીશ્રીઓ માટે..
  • કે:-4 વિષય:- પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા આપ શું શું ઉપાય કરશો?

વિશ્વ પર્યાવરણ દિવસ તા. 5 /6 / 2026 નાં અનુસંધાને વક્તૃત્વ સ્પર્ધા માં કોઈપણ વ્યક્તિ આ સ્પર્ધા માં ભાગ લઈ શકે છે

કેટેગરી મુજબ આપેલ વક્તૃત્વ સ્પર્ધા ના વિષય પર મારાં વિચારો મારાં મતે નો વિડીયો બનાવો અને તે તા. 5 જુન સાંજે 6=00 સુધી માં નીચે આપેલ કોઈપણ એક વોટ્સપ નંબર પર 98249 12230 / 97279 86386 મોકલી આપો.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: morbinews new