સવાલોનું શુ હશે સમાધાન ?
શુ ધો.10 અને 12 ના વિદ્યાર્થીઓએ ઓનલાઈન અભ્યાસ કરીને જ બોર્ડની પરીક્ષા આપવી પડશે ?
ધો.12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે કારકિર્દીનું મહત્વનું વર્ષ પણ ઓનલાઈન શિક્ષણના સહારે જ નક્કી થશે ?
શુ ધો.1 થી 9 અને ધો.11 માં અગાઉની જેમ માસ પ્રમોશન અપાશે ?
શુ નવા શૈક્ષણિક સત્રથી જ શાળા-કોલેજો શરૂ કરવાની નોબત આવશે ?
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : ચાલુ શૈક્ષણિક સત્રને માત્ર હવે ત્રણ થી ચાર માસ જેટલો જ સમય બાકી રહ્યો છે ત્યારે જાન્યુઆરી માં શાળા-કોલેજો ફરી ધમધમતી કરી દેવાના અહેવાલો મીડિયા અને સોશિયલ મીડિયામાં ચર્ચાવા લાગ્યા હતા ત્યારે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ખુલાસો કરતા જણાવ્યું હતું કે હાલમાં કોરોના ની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ જાન્યુઆરીમાં શાળા કોલેજો શરૂ કરવાનો સરકારે કોઈ નિર્ણય લીધો નથી.
No Internet connection |