હોમ પેજ
ઉનાળુ વેકેશન લંબાવવા અંગે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી મહત્વની જાહેરાત

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : થોડાક સમય પહેલા શિક્ષણ મંત્રી ને ઉનાળુ વેકેશન લંબાવવા માટેની રજૂઆત કરવામાં આવી હતી જેમા ઉનાળુ વેકેશન 17 જૂન સુધી લંબાવાય તેવી માગણી કરવામાં આવી હતી. કારણકે હાલમાં ઉનાળાની ધોમધખતી ગરમી છે તો બીજી બાજુ તક્ષશિલા અગ્નિકાંડ ને લઈને કેટલીક શાળાઓમાં ફાયર સેફટી માટે ભાંગતોડ કરાઇ રહી છે, જેને લીધે શિક્ષણ કાર્યમાં વિઘ્ન ન સર્જાઇ શકે છે તેથી વેકેશન લંબાવાય તેવી માંગ કરાઈ હતી.
પરંતુ હાલમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઉનાળુ વેકેશન લંબાવવામાં આવશે નહીં તેમજ 13 જૂન થી 15 જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવશે. ત્યારબાદ 21મી જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. આમ શિક્ષણ મંત્રીએ વેકેશન ને લઈને જે અટકળો ચાલતી હતી તેના ઉપર પૂર્ણવિરામ મૂકી દીધું છે.