Thursday, 18 Oct, 4.36 am MR.Reporter

એજ્યુકેશન
facebook- Whatsapp પર સોગંદ વાળા અને અશ્લીલ મેસેજ કરનારાને 1 વર્ષની જેલ ? તમને મળ્યો આવો મેસેજ ? જાણો.

મિ.રિપોર્ટર, વડોદરા, ૧૮મી ઓક્ટોબર.

સોશિયલ મીડિયા પર સાચી માહિતી કરતા ખોટી માહિતી વધુ પીરસાય છે. એમાંયWhatsapp પર આવતાં ૯૦ ટકા મેસેજ સાચા હોતા નથી, એટલે કેફેક મેસેજ ફરતા હોય છે. આવો જ એક ફેક મેસેજ આજકાલ Whatsapp પર ખુબજ ઝડપથી શેર થઈ રહ્યો છે. આ મેસેજમાં એક છાપાના કટિંગનો ફોટો બતાવાયો છે. છાપામાં છપાયેલી જાહેરાત જેવો દેખાતો આ મેસેજ ગુજરાત હાઈકોર્ટના નામે લખાયેલો છે. આ મેસેજમાં Whatsapp-facebook પર સોગંદવાળા તેમજ અશ્લીલ મેસેજ કરનારાને જેલની સજા થશે તેવું દર્શાવવામાં આવ્યું છે.

Whatsapp-facebook અંગે ફરતા થયેલાં મેસેજના લખાણમાં એમ પણ જણાવાયું છે કે, જે કોઈ આવા મેસેજ કરશે તેને ૧ વર્ષની કેદ અને ૫૦૦૦ રુપિયાના દંડની સજા થશે, અને તેના નામે જે નંબર ચાલુ હશે તેને બંધ કરી દેવાશે. એટલું જ નહીં, જે ગ્રુપમાં આ મેસેજ ફોરવર્ડ થયો હશે તેના એડમિનને ૨ વર્ષની કેદ અને ૫૦૦૦ રુપિયાનો દંડ થશે. આ અંગેની ફરિયાદ નજીકના પોલીસ સ્ટેશને નોંધાવી શકાશે.

Whatsapp-facebook પરના ફરતા થયેલાં મેસેજ અંગે તપાસ કરી તો જાણવા મળ્યું કે, આ મેસેજ એકદમ બોગસ છે. ખોટો છે. મેસેજ સાચો લાગે તે માટેગુજરાત હાઈકોર્ટનો તેમાં ઉલ્લેખ કરાયો છે. પરંતુ હકીકત એ છે કે, ગુજરાત હાઈકોર્ટે આવો કોઈ આદેશ ક્યારેય આપ્યો જ નથી. એટલું જ નહીં, Whatsapp પર ઉશ્કેરણીજનક કે જેનાથી હિંસા ફેલાઈ શકે તે સિવાયના મેસેજ કોઈને મોકલવામાં કોઈ કાયદાનો ભંગ નથી થતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, વ્હોટ્સએપ યુઝર્સે માત્ર કોઈ વાંધાજનક મેસેજ તે પોતે કોઈને ફોરવર્ડ કરતો નથી ને તેનું દયાન રાખવાનું છે.ઉશ્કેરણીજનક મેસેજ જો તમે કોઈને ફોરવર્ડ કરો ત્યારે તેના માલિક તમે બની જાઓ છો અને ગુનાના ભાગીદાર બનો છો.

Post Views: 403

0 Shares

READ રેલવે ટ્રેનોના ટાઇમ ટેબલ બદલાતા દુરંતો એક્સપ્રેસના ૨૫ જેટલા મુસાફરો ટ્રેન છૂટી જતાં મુસાફરોનો હોબાળો..જુઓ..વિડીયો..

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Mr.Reporter
Top