Saturday, 19 Oct, 3.32 am Muhurat by Kalyan Jewellers

બંધન
સંબંધોમાં ગુણોની ભૂમિકા

ખુશખુશાલ અને સ્વસ્થ સંબંધો માટે કોઈ જાદૂઈ મંત્ર નથી હોતો. લોકોમાં એવા કેટલાક ગુણો મળી આવે છે, જેને કારણે તેઓ સારા અને લાંબા ગાળાના સાથી બનાવી શકે છે. શું તમારામાં અને તમારા પાર્ટનરમાં સફળ રિલેશનશિપ માટે જરૂરી એવા આ ગુણો છે? આવો એક નજર કરીએ.

1. અસરકારક સંવાદ

સાંભળવાની કળા, ઝઘડ્યા વિના દલીલ કરવાની કળા અને પોતાની જાતને વ્યક્ત કરવાની કળા સૌથી મહત્ત્વની છે. તમારી વચ્ચે કોઈક સમસ્યા કે તકલીફ હોય તો વાતચીત દ્વારા તેને ઉકેલો અને તમારા સંબંધમાંના પડકારોને પણ સંવાદથી દૂર કરો. યોગ્ય રીતે કરવામાં આવે તો દલીલબાજી પણ સ્વસ્થ બની શકે છે. તમે જે રીતે દલીલો કરો છો એનાથી તમને એકમેકને સમજવામાં મદદ મળવી જોઈએ, એકબીજાને નુકસાન ન પહોંચવું જોઈએ. સાંભળવું પણ એટલું જ જરૂરી છે, તમારો સાથી શું માને છે અને તે કઈ રીતે વિચારે છે, એ સમજવામાં આનાથી મદદ મળે છે.

2. ધીરજ

આપણે બધા એકમેક કરતાં સદંતર અલગ તથા આગવી વિશિષ્ટતાઓ, મૂલ્યો, સામર્થ્યો અને નબળાઈઓ સાથે સર્જાયા છીએ અને આપણામાંના દરેકનો પોતાનો અલાયદો માર્ગ હોય છે. આપણા અનુભવો આપણને આકાર આપે છે. સંબંધમાં એકમેક સાથે ધીરજ અત્યંત મહત્ત્વની બાબત છે. આપણા સાથીને પૂર્ણપણે જાણવાથી, આપણે તેમની વિશિષ્ટતા અને મર્યાદાઓ અથવા અપૂર્ણાતાઓને સમજીએ છીએ અને તેમની સાથે વાતચીત-વહેવારમાં વધુ ધૈર્યથી કામ લઈ શકીએ છીએ.

3. ક્ષમા

તંદુરસ્ત સંબંધમાં ક્ષમા ચાવીરૂપ તત્વ હોય છે, કેમ કે વાસ્તવિકતા એ છે કે આપણામાંથી કોઈપણ પરિપૂર્ણ નથી. માફ કરવાનો અર્થ થાય છે કે તમે પીડાને ત્યજવા તૈયાર છો, આથી તમારા મગજમાં કડવાશનો બોજ રહેતો નથી. અનેક અભ્યાસો દ્વારા સ્પષ્ટ થયું છે કે જે યુગલો ક્ષમાને મહત્ત્વ આપે છે, તેમના માટે વધુ તંદુરસ્ત અને ટકાઉ રૉમેન્ટિક સંબંધોનો આનંદ હાથવેંત જ છેટો હોય છે.

4. સ્વીકાર

ક્ષમા અને સ્વીકાર હાથમાં હાથ નાખીને આગળ વધે છે. સ્વીકારના ગુણનો સરળ અર્થ થાય છે કે તમારા સાથીના વિચારો સાથે સહમત થયા વિના પણ તમે તેમને સ્વીકારો છો.

5. સન્માન અને આદર

એકમેક માટે માન અને આદર એ સંબંધનો અતિ મહત્ત્વનો ગુણ છે. તમારા સાથી સાથે તમે જે રીતે વર્તો છો અથવા તેમની સાથે જે રીતે વાત કરો છો એના દ્વારા તેમના પ્રત્યેનો તમારો આદર વ્યક્ત કરી શકો છો. તમારી સામે ખોટું ન બોલનાર અને હંમેશાં તમારા અભિપ્રાયને આદર આપનાર સાથી ખરેખર પ્રેમપૂર્વક જતન કરવા જેવો ગણાય.

સંબંધો સ્વસ્થ રહે એ માટે તમારામાં અને તમારા સાથીમાં હોવા જોઈએ એવા ગુણોમાંના કેટલાક અહીં જણાવ્યા છે. સ્વસ્થ અને આનંદપૂર્ણ સંબંધોને અવારનવાર લાડ લડાવવા જોઈએ. ક્ષણોને યાદગાર બનાવવી બહુ મહત્વની બાબત છે અને કલ્યાણ જ્વેલર્સને ઉત્કૃષ્ટ કલેક્શન આવી ઉજવણીઓમાં તમને મદદ કરી શકે છે. પ્રેમને સોનાના ઝગમગાટ સાથે માણો કેમ કે જે વિરલ હોય છે એ વધુ તેજથી ઝળહળે છે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Muhurat by Kalyan Jeweller Gujarati
Top