Friday, 18 Oct, 4.39 pm Muhurat by Kalyan Jewellers

બંધન
તમારા પ્રી-વેડિંગ શૂટ સાથે સોનાની જ્વેલરીની જોડી આ રીતે જમાવો

સોના વિના કોઈપણ ભારતીય લગ્ન અપૂર્ણ છે! કન્યાનો પરિવાર હોય કે વરનું કુટુંબ, ભારતમાં સોનું એ લગ્નનો લગભગ સમાનાર્થી શબ્દ બની ગયો છે. આ ધાતુ સાથે સંકળાયેલો ગર્વ અને લોકપ્રિયતા સમાજના દરેક વર્ગમાં એકસમાન જોવા મળે છે. લગ્નની વાત આવે ત્યારે સોનાને માત્ર શુભ કે માંગલિક જ ગણવામાં નથી આવતું પણ નવોઢાને આર્થિક સ્વતંત્રતા અનુભવાય એ માટેની સુરક્ષાનું કામ પણ તે કરે છે.

અને સોનાનો વ્યાપ હવે માત્ર લગ્નના મુખ્ય પ્રસંગ સુધી જ મર્યાદિત નથી રહ્યો. લગ્ન પૂર્વેની મહેંદી, સંગીત કે બ્રાઈડલ શાવર જેવી બધી જ વિધિઓમાં સોનું વધુ ને વધુ લોકપ્રિય થઈ રહ્યું છે! પણ આ બધાથી ય ઉપર પ્રી-વેડિંગ ફોટો-શૂટમાં પોતાના પ્રેમનું પ્રતિબિંબ ઝીલાય એવું કોણ નહીં ઇચ્છતું હોય.

સુંદર સ્થળની પસંદગી કરો

સુંદર લોકેશન, અદભુત બેકડ્રૉપ અને કેમેરાની સામે તમને કમ્ફર્ટેબલ મહેસૂસ કરાવે એવો ફોટોગ્રાફર શોધી કાઢજો. તમારા પાર્ટનરનો હાથ પકડો ત્યારે તમે સભાન થઈ જાવ એવું અમે નથી ઇચ્છતા.

તમે જો દરિયા પાસે ભવ્ય, ક્લાસિક સફેદ લૂકની કલ્પના કરી રહ્યા હો, તો દિલ, લંબગોળ, ગોળાકાર, માર્કિસ, જામફળ જેવા ક્લાસિક સોલિટેર આકારો પસંદ કરો અને સોનામાં જડી લો. અને ચાંદનીમાં અને તારાઓ નીચે પારંપારિક થીમમાં પોઝ આપવાનું તમને પસંદ હોય તો તમારા વસ્ત્રો સાથે મેળ ખાય એવા સોનામાં જડેલા નીલમ અને માણેક જેવા રંગબેરંગી મહામૂલા રત્નો રાખો.

અથવા તમે જો રૉમેન્ટિક પિકનિક ડેટ કપલ જેવા હોવ, તો સોનાની ચબરાક ડિઝાઈન્સ પર પસંદગી ઉતારો અને ઝળહળી ઊઠો. અહીં તમારે ટ્રેન્ડી હોવાની સાથે અનન્ય દેખાવાનું છે - અદ્દલ તમારી લવ સ્ટોરીની જેમ જ

સોનું છે વૈવિધ્યસભર

સોનાની વૈવિધ્યતા સ્થળ, દિવસનો ભાગ, તમારા વસ્ત્રો અને મૂડ સાથે એક કરતાં વધુ રીતે તેને મિક્સ ઍન્ડ મૅચ કરવાની વિશિષ્ટતામાં છે. ખરેખર તો, ગૂઢ બારીકીઓ અને પરિપૂર્ણ ફિનિશ ધરાવતા ઘરેણાંની એ શ્રેણી તમને કલ્યાણ જ્વૅલર્સમાં મળશે. તેમનું સૌથી મોટું જમાપાસું છે તેમના કારીગરો, જેઓ ભારતના દરેક ખૂણેથી લાવેલી અનન્ય ડિઝાઈન્સ સર્જે છે અને કલ્યાણ જ્વેલર્સને દરેક પ્રસંગ માટેની ડિઝાઈન્સનું કેન્દ્ર બનાવે છે.

તો પછી રાહ શેની જુઓ છો? કલ્યાણ જ્વૅલર્સની દુનિયામાં ડગલું માંડો અને તમારા પ્રી-વેડિંગ શૂટના નાજુક રોમાન્સને પૂરક બને એવા સોનાનાં આભૂષણોને શોધી કાઢો.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Muhurat by Kalyan Jeweller Gujarati
Top