Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
અમદાવાદના મેયરે કરેલ ટ્વિટથી ફરી આવ્યા ચર્ચામાં

અમદાવાદના મેયરે કરેલ ટ્વિટથી ફરી આવ્યા ચર્ચામાં

My Samachar 5 years ago

Mysamachar.in-અમદાવાદ

અમદાવાદના મેયર બિજલ પટેલ અવારનવાર કોઈ વિવાદમાં આવતાં જ રહે છે. નારોલ અગ્નિકાંડની ઘટનાને સામાન્ય ગણાવતાં લોકોએ તેમની ઝાટકણી કાઢી હતી. તો સુરેન્દ્રનગર પેટાચુંટણીના પ્રચાર દરમિયાન પણ તેવોએ ભાષણમાં બાફી માર્યું હતું, અને હવે ફરી એકવાર અમદાવાદના મેયર બિજલ પટેલ ટ્વીટર પર ટ્રોલ થઇ રહ્યા છે, અમદાવાદના મેયર બિજલ પટેલ ટ્વીટ કરીને શહેરીજનોને જાણકારી આપતાં લખ્યું કે, "અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા મારા બજેટમાંથી નવી ખરીદવામાં આવેલ 4 શબ વાહિની આજથી કાર્યાન્વિત કરવામાં આવી છે, શહેરીજનોને ઝડપથી આ સેવા મળી શકે તે હેતુથી આ નિર્ણય કરવામાં આવ્યો છે.આ ટ્વિટર બાદ તેવો ફરી એક વખત ચર્ચાઓમાં આવ્યા છે, અને તેઓ ટ્રોલ થઇ રહ્યા છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: My Samachar Gujarati