Tuesday, 26 Jan, 8.17 pm My Samachar

હોમ
દરેડ લેન્ડ ગ્રેબિંગ કેસ, અગ્રણી ઉદ્યોગપતિ હનીફ પતાણી સહીત 8 ની ધરપકડ કરતી પોલીસ

Mysamachar.in-જામનગર

જામનગરમાં દરેડ ગામની સરકારી જમીન પર થયેલ બાંધકામો બાદ નોંધાયેલ પ્રથમ લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળના ગુન્હાને લઇને પોલીસ દ્વારા જુદી-જુદી ટીમો બનાવી આરોપીઓની ધરપકડનો દોર આગળ ધપાવવામાં આવ્યો છે. જે 64 લોકો સામે ગુન્હો નોંધાયો છે, આ પ્રકરણ અંગે આજે પોલીસ પાસેથી આં અંગેની ધરપકડોની વધુ વિગતો આપતા કહ્યું કે આજે આ પ્રકરણમાં સંડોવાયેલા વધુ આઠ શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી છે, જેમાં જાણીતા ઉદ્યોગપતિ અને જે સરકારી જમીન પર તેવોની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કુલ સાથે સંકળાયેલા હોવાનું માનવામાં આવે છે, તે જાણીતા ઉદ્યોગપતિ હનીફ હુશેનભાઈ પતાણી સહીત આઠ શખ્સોની પંચકોશી બી ડીવીઝન દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હોવાનું જાણવા મળે છે, તો અન્ય ફરાર શખ્સો સુધી પહોંચવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Top